મોંઘા પડ્યા પિઝા : ડોમિનેઝ પિઝામાં સાઈબર એટેક : 10 લાખ કસ્ટમરના ક્રેડિટ કાર્ડની ડિટેલ ચોરાઈ

  • April 20, 2021 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં 10 લાખ લોકોને ડોમિનોઝના પિઝા ખાવાનું ભારે પડી શકે છે. કારણકે તાજેતરમાં જ ડોમિનોઝ ઇન્ડિયા પર સૌથી મોટો સાઈબર અટેક થયો છે. પિઝા માટે વધુ લોકપ્રિય એવા ડોમિનોઝ ઇન્ડિયા પર સાઇબર અટેક કરીને 13 જીબી ઇન્ટર્નલ ડેટા ચોરી કરવામાં આવી છે. જેમાં આઇટી, લીગલ, ફાઇનાન્સ, માર્કેટિંગ, કર્મચારીઓની જાણકારી સાથે ઓપરેશન્સની પણ જાણકારી હતી.

 

 

આ સૂચીમાં એ લોકોના નામ પણ છે, જેમણે ડોમિનોઝ એપથી ઓર્ડર કર્યું છે. ઈઝરાઇલ સાઇબર ક્રાઇમ ઇન્ટેલિજન્સના કો ફાઉન્ડર એલન ગલએ એનો ખુલાસો કર્યો છે. જો કે ડોમિનોઝ ઇન્ડિયાએ આ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી અને ના તો એની પુષ્ટિ કરી છે.

 

 

હેકર્સનો દાવો છે કે આ જાણકારી એમને 18 કરોડ ઓર્ડર ડિટેલ્સમાંથી મળી છે, જેમાં ગ્રાહકોના ફોન નંબર્સ, ઈ-મેઈલ આઈડી, પેમેન્ટ ડીટેલ, ડિલિવરી સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની જાણકારી પણ સામેલ છે. એલન ગલનો દાવો છે કે ડોમિનોઝ ઇન્ડિયાનો હેક થયેલ ડેટા વેબ પર ઓન સેલ છે અને હેકર્સ એના બદલામાં 4 કરોડ રૂપિયા ડિમાન્ડ કરી રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application