બોલીવુડની ક્યુટ અને અતિ સુંદર બેબી રાહા પપ્પા રણબીર કપૂર સાથે પોતાની નવું ઘર જોવા પહોચી ત્યારે તેને લોકોના દિલ જીતી લીધા હતા, મોઢામાં આંગળી રાખીને નવા ઘરનું નિરીક્ષણ કરી રહેલી રાહા પર જ બધાની નજર હતી. અભિનેતા રણબીર કપૂર ઘણીવાર તેની પુત્રી રાહા કપૂરને તેડીને ફરતો જોવા મળે છે.તે પોતાનું નવું ઘર જોવા આવ્યો હતો. જ્યાં પુત્રી રાહા તેના ખોળામાં હતી અને તેના તમામ વીડિયો અને ફોટા સામે આવ્યા છે.બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂરની એક ઝલક મેળવવા માટે દરેક જણ ઉત્સુક છે.અભિનેતા તેની પુત્રી સાથે મુંબઈમાં તેનું નવું મકાન જોવા માટે આવ્યો હતો, જ્યાં રાહા તેના ખોળામાં લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, હવે તેના તમામ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં દરેક તેની ક્યૂટનેસના પ્રેમમાં પડી રહ્યા છે.રણબીર કપૂર પોતાનો નવો બંગલો જોવા આવ્યો હતો. તે પછી તે તેની કાર પાસે આવ્યો, જ્યાં પાપારાઝીએ તેને રાહા સાથે જોયો. દીકરીએ લાલ રંગનું ટોપ અને જીન્સ પહેર્યું હતું. તેના પગમાં સફેદ ચંપલ હતા અને વાળ બાંધેલા હતા. આ વખતે એક વેણી હતી. હંમેશાની જેમ આ લુકમાં પણ રાહા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. રણબીર કપૂર દર મહિને નવા ઘરનું નિરીક્ષણ કરવા આવે છે ક્યારેક આખો પરિવાર આવે છે તો ક્યારેક તે એકલો જોવા મળે છે. ગત વખતે આ બંને સિવાય આલિયા અને નીતુ કપૂર પણ આવી હતી. અહીં આલિયાએ રાહાને પોતાના ખોળામાં લીધી હતી . બાદમાં રણબીરે તેની પુત્રીને પકડી લીધી હતી.
આ નવું ઘર રાહાના નામે છે
2022 માં, આલિયા અને રણબીરે પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી તેમના બાંદ્રા ઘરની બાલ્કનીમાં લગ્ન કર્યા. તે જ વર્ષે નવેમ્બરમાં, અભિનેત્રીએ રાહાને જન્મ આપ્યો. રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને આલિયાએ રાહાના નામે 250 કરોડ રૂપિયાની પ્રોપર્ટી કૃષ્ણ રાજ બંગલો રજીસ્ટર કરાવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech