જામનગરમાં કર્ફયુનો અમલ સખ્તાઈથી કરવામાં આવશે: કલેકટર

  • April 08, 2021 09:13 PM 

ગઈકાલે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું: દૂધ અને દવાની દુકાનો ખૂલ્લી રહેશે: તા.30 એપ્રીલ સુધી કર્ફયુ રહેશે: સત્કાર સમારંભો, જાહેર મેળાવડા ઉપર પ્રતિબંધ: બહારગામથી આવનારા મુસાફરોએ ટિકિટ સાથે રાખવી

જામનગર શહેરમાં ગઈકાલ રાત્રિથી સવારના 6 વાગ્યા સુધી કર્ફયુનો અમલ શ કરી દેવામાં આવ્યો છે. શહેરમાં કર્ફયુનો અમલ સખ્તાઈ પૂર્વક કરવામાં આવશે અને તેનો ભંગ કરનારા સામે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 (1974-2) કલમ 144 ગુજરાત ઍપેડેમિક ડિસિઝ કોવિડ 19 રેગ્યુલેશન 2020 અને પોલીસ અધિનિયમ કલમ 43 મુજબ કડક પગલાં લેવામાં આવશે અને આ નિયમ સમગ્ર જિલ્લા વિસ્તારમાં લાગુ પાડવામાં આવશે.

ગઈકાલે જિલ્લા કલેકટર રવિશંકરે બહાર પાડેલાં જાહેરનામામાં કોરોના સંક્રમણના કારણે તા.7 એપ્રીલથી 30 એપ્રીલ સુધી રાત્રે 8થી સવારના 6 સુધી કર્ફયુ લાદવામાં આવ્યો છે. કર્ફયુના કલાકોમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહીં.

તા.10 એપ્રીલથી લગ્ન, સત્કાર સમારંભ બંધ કે ખૂલ્લી જગ્યામાં 100થી વધુ લોકો એકઠા કરી શકાશે નહીં અને કોવિડની સૂચનાનું પાલન કરવું પડશે. કોઈપણ ગેદરીંગમાં 50થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિ (એપીએમસી)એ પણ કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે અને સરકારી કચેરીઓ તા.30 સુધી દર શનિ-રવી બંધ રહેશે. તમામ સરકારી કચેરીઓમાં કામ સિવાય લોકોને ન જવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ જાહેરનામામાં સરકારી ફરજ ઉપર રહેલાં કર્મચારીઓને મુક્તિ આપવામાં આવી છે ઉપરાંત આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલા વ્યક્તિઓને પણ મુક્તિ અપાઈ છે. મૈડિકલ સ્ટોર, ફાર્મસી, એમ્બ્યુલન્સ, તબીબી સેવા, સ્મશાન યાત્રાને મુક્તિ અપાઈ છે. ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા  (માહિતી ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત), ખાનગી સિક્યોરિટી સેવા સતત પ્રક્રિયાની જર પડે એવા આવશ્યક ચીજ વસ્તુુના એકમ, એટીએમ, બેન્કિંગ ઓપરેશન વ્યવસ્થાપન એજન્સીઓ તેમજ ખાનગી કંપનીમાં શિફ્ટ ડ્યુટી પરના કર્મચારીઓને લઈ આવતાં-જતાં વાહનોને પણ મુક્તિ અપાઈ છે.

ઉપરાંત બહારગામથી આવતાં લોકોને માન્ય ટિકિટ અથવા ટોલ ટેકસની રિસિપ્ટ સાથે રાખવાની રહેશે. તમામ પ્રકારના માલ-સામાનનું પરિવહન પણ કર્ફયુ દરમિયાન બંધ રાખવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS