અમદાવાદમાં શુક્રવારે રાતે 9 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી સંપૂર્ણ કર્ફ્યુ

  • November 19, 2020 09:58 PM 3697 views

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં વધેલા કોરોના કેસની સ્થિતિ ને ગંભીરતાથી લેતા અમદાવાદ મહાનગરપાલિકાએ કર્ફ્યું લાદવાનો નિર્ણય લીધો છે. આ કર્યું શુક્રવારે રાત્રે 09:00 થી સોમવારે સવારે 6 કલાક સુધી અમલમાં રહેશે. સોમવારથી રોજ રાત્રી કર્ફ્યુયુ યથાવત  રાખવામાં આવશે. અમદાવાદમાં જાહેર કરેલા કર્ફયુ લઇને આ સૌથી મોટા સમાચાર છે. આવતીકાલથી રાત્રે 9 થી સવારે  6 સુધી નહીં પરંતુ આવતી કાલે રાત્રે 9 કલાકથી કર્ફ્યુ શરૂ થશે જે સોમવારે સવારે 6 સુધી યથાવત રહેશે. આ સમય દરમ્યાન દવા દૂધ અને જરૂરી વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે આ સિવાય દરેક દુકાનો શનિવાર અને રવિવાર બંધ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application