દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે. સરકારે નોન–યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂકયો છે. એટલું જ નહીં, હવે નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે. સરકારે નોન–યુરિયા ખાતરોને ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે. આ સાથે કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી), મ્યુરિએટ ઓફ પોટાશ (એમઓપી) અને પોષક તત્ત્વો આધારિત સબસિડી (એનબીએસ) સપોર્ટ હેઠળ આવતા અન્ય ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી શકશે નહીં.
યુરિયા ખાતરની કિંમત સરકાર દ્રારા નક્કી કરવામાં આવે છે, પરંતુ એનબીએસ ખાતરો ટેકનિકલી નિયંત્રણની બહાર છે. એપ્રિલ ૨૦૧૦ માં રજૂ કરાયેલ એનબીએસ યોજના હેઠળ નોન–યુરિયા ખાતરો બજારમાં મૂકવામાં આવ્યા હતા. તેમની કિંમત કંપનીઓ દ્રારા નક્કી કરવામાં આવે છે. સરકાર આના પર પ્રતિ ટનના આધારે સબસિડી આપે છે. રવિ સિઝન માટે નાઈટ્રોજન પર . ૪૭.૨ પ્રતિ કિલો, ફોસ્ફરસ પર . ૨૦.૮૨, પોટાશ પર . ૨.૩૮ અને સલ્ફર પર . ૧.૮૯ પ્રતિ કિલોની સબસિડી આપવામાં આવી હતી.
અહેવાલ મુજબ, ખાતર વિભાગ દ્રારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમમાં, એનબીએસ હેઠળ આવતા નોન–યુરિયા ખાતરોની એમઆરપી નક્કી કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા આપવામાં આવી છે. આમાં, ખાતર કંપનીઓ માટે નફાનું માર્જિન નક્કી કરવામાં આવ્યું છે. આયાતના કિસ્સામાં મહત્તમ નફો માર્જિન ૮ ટકા, મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે ૧૦ ટકા અને ઈન્ટિગ્રેટેડ મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે ૧૨ ટકા રહેશે. ગેરવાજબી નફો કમાવવા માટે કંપનીઓએ વિભાગને રિફડં આપવું પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમની પાસેથી વાર્ષિક ૧૨ ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે. વ્યાજ આગામી નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુરના અસામાજીક તત્ત્વો વિરૂધ્ધ ગેરકાયદે કબ્જો કરેલ મીલકત પર બુલડોઝર ફેરવતું તંત્ર
March 31, 2025 11:09 AMપ્રથમ નોરતે ચોટીલામાં ભકતોનાં ઘોડાપૂર એક લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાયા
March 31, 2025 11:08 AMગામડું ફરી વાઇબ્રન્ટ બનવાનું છે: કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા
March 31, 2025 11:04 AMગીરસોમનાથ જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧૩૭ શખસો સામે કરાઇ કાર્યવાહી
March 31, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech