કમિન્સ સૌથી મોંઘો: 20.5 કરોડમાં ખરીદાયો

  • December 19, 2023 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડીયન પ્રીમિયર લીગ માટે આજે દુબઈમાં થયેલી મીની હરાજીમાં ખેલાડીઓ પર ધન વર્ષા  થઈ હતી. પેટ કમિન્સને રૂ. 20.50 કરોડમાં ખરીદી સનરાઈઝર્સ હૈદરાબાદે સૌને ચોંકાવી દીધા હતા. પેટ કમિન્સ આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. બીજી તરફ હર્ષલ પટેલ બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. પંજાબે તેને 11.75 કરોડમાં ખરીદ્યો હતો.


આઇપીએલ માટે ખેલાડીઓની હરાજીમાં કુલ 332 ખેલાડીઓ ખરીદવા મુકાયા હતા. જેમાં 216 ખેલાડી ભારતના અને 161 ખેલાડી વિદેશી હતા.
કુલ 332 ખેલાડીઓને 19 સેટમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં 23 ખેલાડીઓનો બેજ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતો.
આઈપીએલ માટે પ્રથમ વખત દેશની બહાર મીની હરાજી કરવામાં આવી હતી. જેમાં 10 ટીમો માટે કુલ 77 સ્લોટ ખાલી રખાયા હતા. બધી જ ફ્રેન્ચાઇઝીઓ પાસે કુલ રૂ. 262.95 કરોડનું પર્સ રખાયું હતું. સૌથી વધુ રકમ આરસીબી પાસે હતું. આરસીબીએ અગાઉ રિટેન્શન ડે પર તેના 11 ખેલાડીઓને બહાર કર્યા હતા.


કરોડોની બોલી
- ડેરિલ મિશેલ (સીએસકે, 14 કરોડ)
- હર્શલ પટેલ (પંજાબ કિંગ્સ, 11.75 કરોડ)
- રોવમેન પોવેલ (રાજસ્થાન, 7.40 કરોડ)
- ગેરાલ્ડ કોએત્ઝી(મુંબઈ ઇન્ડિયન્સ,5 કરોડ)
- શાર્દુલ ઠાકુર (સીએસકે, 4 કરોડ)
- રચિન રવિન્દ્ર (સીએસકે, 1.8 કરોડ)
- વાનિન્દુ હસરંગા (હૈદરાબાદ, અઢી કરોડ)
- હેરી બ્રુક (દિલ્હી, 3.50 કરોડ)




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application