પાક. કબ્જાની 1130 બોટ અને પ40 માછીમારો મુકત કરાવવા સાંસદ રામભાઇ મોકરીયાએ વડાપ્રધાનને કરી રજુઆત

  • March 25, 2021 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પાકીસ્તાન મરીન સીકયુરીટી એજન્સી અવાર-નવાર ભારતીય બોટોના અપહરણ કરી જાય છે જેમાં સૌથી વધુ ફીશીંગ બોટો ગુજરાતના પોરબંદરની હોય છે તેથી અત્યાર સુધીમાં પાક દ્વારા અપહૃત કરાયેલી અબ્જો પિયાની 1130 જેટલી ફીશીંગ બોટોને તથા ત્યાંની જેલોમાં સબડતા પ40 જેટલા માછીમારોને મુકત કરાવવા માટે તાત્કાલીક ભારત અને પાક. સરકારે ચચર્િ કરીને કાર્યવાહી કરવી જોઇએ તેવી ભલામણ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ વડાપ્રધાનને કરી છે.
પોરબંદરના વતની અને કુરીયરના બીઝનેસ સાથે સંકળાયેલા તથા તાજેતરમાં જ રાજયસભાના સાંસદ તરીકે બિનહરીફ પસંદગી પામેલા પોરબંદરના રામભાઇ મોકરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખીત રજુઆત કરીને જણાવ્‌યું છે કે, ભારતના  અરબી સમુદ્રના કીનારે વસેલા ગુજરાત રાજયના માછીમારોની પીડા અને પરેશાની વિશે હું તમને માહિતી આપી રહ્યો છું, વર્ષોથી માછીમાર સમાજ સમુદ્રમાં માછલીઓ પકડીને પોતાનું અને પોતાના પરિવારજનોનું પાલન-પોષણ કરી રહ્યા છે અને તેના ઉપર અન્ય અનેક ધંધાઓ પણ નિર્ભર રહે છે. પાકીસ્તાનની નૌસેના દ્વારા આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરીને ભારતીય માછીમારોને અપહરણ કરીને બોટો સાથે ઉઠાવી જવામાં આવે છે. માછીમાર સમાજના પ્રતિનિધિ મંડળોએ પણ જણાવ્યું છે અને  અલગ-અલગ રીતે મળેલી માહિતી પ્રમાણે હાલ પાકીસ્તાનના કબ્જામાં ભારતની લગભગ 1130 જેટલી ફીશીંગ બોટો છે જેમાંથી અંદાજે 900 જેટલી ફીશીંગ બોટો માત્ર પોરબંદરની છે. એટલું જ નહીં પરંતુ અંદાજે પ40થી વધુ માછીમારો પણ પાકીસ્તાનની જેલમાં સબડી રહ્યા છે અને અમાનવીય અને દર્દનાક અત્યાચાર  સહન કરી રહ્યા છે.
તેમણે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, એક ફીશીંગ બોટ અંદાજે પ0 થી 60 લાખ પિયાની બને છે અને આટલી વિશાળ સંખ્યામાં બોટો પાકીસ્તાન જપ્ત કરી ગયું હોવાથી અને માછીમારોને જેલમાં પુરી દીધા હોવાથી માછીમારો સમુદ્રમાં માછલા પકડવા જતા પણ ભય અનુભવે છે. જેમની બોટ જપ્ત થઇ છે કે જેમના પરિવારના સભ્યો પાકીસ્તાનની જેલમાં છે તેમના માટે આજીવિકાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો છે. તેમની પીડા અને દર્દને રજુ કરવું મુશ્કેલ છે. એક ફીશીંગ બોટનું અપહરણ થાય તો પાંચ થી છ માછીમાર પરિવારો સંકટમાં મુકાઇ જતા હોય છે.
માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ખાસ અનુરોધ કરીને રામભાઇ મોકરીયાએ જણાવ્‌યું છે કે, પાક. સરકાર સાથે આ મુદ્દે વાતચીત કરીને ભારતીય ફીશીંગ બોટો અને ત્યાં બંદીવાન બનાવાયેલા માછીમાર ભાઇઓને તાત્કાલીક મુકત કરાવીને ભારત પરત મોકલી દેવામાં આવે તેવી કાર્યવાહી થવી જોઇએ. પીડીત માછીમાર સમાજની આજીવિકાનું સંકટ દુર કરવા માટે પણ મદદ કરવી જોઇએ. ભારતીય નૌસેના અને કોસ્ટગાર્ડની કાર્યક્ષમતા ઉપર દરેક ભારતીયોને ગર્વ છે ત્યારે ભવિષ્યમાં બોટોના અપહરણનો એટલે કે, પકડા-પકડીનો ખેલ બંધ થાય તે મુદ્દે પણ ગંભીરતાથી વિચારવું જરી બની ગયું છે તેમ પણ રામભાઇ મોકરીયાએ પત્રના અંતે ઉમેર્યુ હતું.
માત્ર 1 મહીનામાં 30 બોટ થઇ કીડનેપ
રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ કરેલી રજુઆતમાં જણાવ્‌યું છે કે, છેલ્લા એક મહીનાની અંદર પાક. મરીન સીકયુરીટી એજન્સીએ ગુજરાતની 30 જેટલી ફીશીંગ બોટ અને દોઢસો જેટલા માછીમારોને કીડનેપ કરી લીધા છે જેમાંથી મોટાભાગની બોટો પોરબંદરની હોય છે.
કોરોના લોકડાઉન થી માછીમારી ઉદ્યોગ પાયમાલ
જેવી રીતે કોરોનાના લોકડાઉનની અન્‌ય ઉદ્યોગોને અસર થઇ હતી તેવી જ ગંભીર અસર માછીમારી ઉદ્યોગને થઇ છે અને લોકડાઉનને લીધે તમામ વેપાર-ઉદ્યોગો ચોપટ થઇ ગયા હતા તેની અસર માછીમારોને પણ થઇ હતી અને લોકડાઉનને લીધે પોરબંદર સહિત ગુજરાતના માછીમાર ઉદ્યોગને પણ ભયંકર નુકશાન પહોંચ્યું છે. 
સમુદ્રી પ્રદુષણ વધતા ટ્રીપ લંબાઇ
ગુજરાતના માછીમારો અગાઉ પાંચ થી સાત દિવસમાં માછલા પકડીને પરત ફરતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સમુદ્રી પ્રદુષણ વધ્યું છે ત્યારે માછીમારોનીટ્રીપ લંબાઇ છે અને અંદાજે 1ર થી1પ દિવસ ની ટ્રીપ થાય છે. કયારેક તો માછલા નહીં મળવાથી આ ટ્રીપના દિવસો પણ લંબાઇ જાય છે જેથી ડીઝલ અને રાશન પાણી સહિત ખર્ચમાં પણ વધારો થાય છે તેથી માછીમારી ઉદ્યોગને જીવંત રાખવા પોરબંદરના માછીમારો દ્વારા પણ અવાર-નવાર લાગણી અને માંગણી વ્યકત થાય છે.
અનેક બોટો ભંગાર હાલતમાં ફેરવાઇ ભાંગી તુટી ગઇ
કેટલાક વર્ષો અગાઉ પોરબંદર સહિત ગુજરાતના માછીમાર આગેવાનોએ પાકીસ્તાનમાં અપહૃત બોટોની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ખાસ મંજુરી મળતા માછીમારોનું પ્રતિનિધિ મંડળ ત્યાં ગયું હતું એ સમયે જ તેઓએ સર્વે કર્યો ત્યારે એવું જણા્યું હતું કે, ગુજરાતની અનેક ફીશીંગ બોટો ભંગાર હાલતમાં ફેરવાઇને ભાંગી તુટી ગઇ છે તેથી આપણી મત્સ્યસંપતિને અબ્જો પિયાનું નુકશાન ત્યાં જઇ રહ્યું છે તેથી આ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયેલી બોટો પોરબંદર સહિત રાજયના બોટ માલીકોને પરત સોંપવામાં આવે તે માટે ત્વરીત કાર્યવાહી થવી જરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS