કોવિડ હોસ્પીટલના પ્રકરણમાં ઉંડી તપાસ બાદ જરુર પડયે ગુન્હો નોંધાશે

  • June 16, 2021 01:30 PM 

રાજયના મુખ્યમંત્રીએ બનાવને ગંભીરતાથી ગણીને અમને કડક તપાસ કરવાનો આદેશ આપ્યો: કમિટીને સંપુર્ણ સત્તા આપી છે : એટેન્ડેન્ટ કેટલીક યુવતિઓના નિવેદનો લેવાયા : હજુ બપોર બાદ નિવેદનો લેવાશે : જરુર પડફે સીસી ફુટેજ ચકાસણી અને મોબાઇલ કોલ ડીટેલ્સ કઢાવાશે : કોન્ટ્રાકટર એજન્સીનો પણ ખુલાશો લેવાશે

જામનગરની કોવિડ હોસ્પીટલના કથીત યૌનશોષણના બનાવને રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીએ ગંભીરતાથી લઇને તાકીદના ધોરણે આ પ્રકરણમાં કડક તપાસ કરવાનો આદેશ જિલ્લા કલેકટરને આપ્યો છે અને આ મામલે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે, સંપુર્ણ સત્તા આપીને કમિટી તપાસના રીપોર્ટ રજુ કરશે, દરમ્યાન આજે એટેન્ડેન્ટ કેટલીક યુવતિઓના નિવેદનો લેવાયા હતા અને બપોર બાદ વધુ નિવેદનો લેવાશે, આ પ્રકરણમાં તમામ પાસાઓ આવરી લઇને ઉંડાણપૂર્વકની તપાસ કરીને જર પડયે ગુન્હો નોંધાશે તેમ જીલ્લા કલેકટર રવિશંકરે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાયુ હતું.

જામનગરની કોવિડ હોસ્પીટલના કથીત યોનશોષણના પ્રકરણના પડધા ગાંધીનગર સુધી પડયા છે, મુખ્યમંત્રી વિજયભાઇ પાણીએ આ અંગેના અહેવાલો જોયા બાદ તાકીદે જિલ્લા કલેકટરને યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહીની સુચના આપી છે, રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ નોંધ લીધી છે, દરમ્યાનમાં જીલ્લા કલેકટર રવિશંકર દ્વારા આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યુ હતું કે, કોવિડ હોસ્પીટલના એટેન્ડેન્ટ કર્મીઓના પ્રકરણના મામલે મુખ્યમંત્રી દ્વાર કડક કાર્યવાહીની સુચના આપવામાં આવી છે અને આ પ્રકરણને અતી સંવેદન ગણીને તાકીદના ધોરણે એક કમિટીની રચના કરવામાં આવી છે, પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં આ કમિટીમાં એએસપી અને મેડીકલ કોલેજના ડીન દ્વારા તપાસ કરવામાં આવશે, કમિટીને સંપુર્ણ સત્તા આપવામાં આવી છે, પ્રકરણ લગત પુરાવા, નિવેદનો લેવાશે અને તપાસના અંતે આ અંગેનો રીપોર્ટ કરવમાં આવશે.

આગળ જણાવ્યુ હતું કે આજે સવારે કેટલીક એટેન્ડેન્ટ યુવતિઓના નિવેદનો લેવામાં આવ્યા હતા હજુ બપોર બાદ નિવેદનો લેવાશે, આ ઉપરાંત કોઇ સિક્રેટ રીતે કોઇપણ કચેરી ખાતે આવીને નિવેદન આપવા માંગે તો આપી શકશે, તેની ગુપ્તતા જાળવવામાં આવશે, ઉપરાંત પુરાવા રજુ કરશે તો તે અંગે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

કમિટી દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે, સંપુર્ણ પ્રકરણની હકીકતો જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે, સત્ય બાબતો ચકાસવામાં આવી રહી છે અને તપાસના અંતે જો કોઇ કસુરવાર હોય અને ગુન્હો બનતો હશે તો એફઆઇઆર કરવામાં આવશે, આ પ્રકરણમાં તટસ્થ કાર્યવાહી કરવામાં આવશે, એક પ્રશ્ર્નના ઉતરમાં તેમણે જણાવ્યુ હતું કે કોવિડ હોસ્પીટલ ખાતે પ્રથમ તબકકામાં 250 અને ત્યારબાદ 570 જેટલા એટેન્ડેન્ટની હંગામી ધોરણે નિમણુંક કરવામાં આવી હતી.

આગળ કહયું હતું કે હોસ્પીટલ ખાતેની જે કોન્ટ્રાક એજન્સીઓ કાર્યરત છે એ બાબતે જો જર પડશે તો કોન્ટ્રાકટરોના ખુલાશા પુછવામાં આવશે, જર જણાયે સીસી ફુટેજ તપાસના કામે ચકાસાશે ઉપરાંત મોબાઇલ ડીટેઇલ્સની પણ જર પડયે ચકાસણી કરવામાં આવશે. તપાસ કમિટીનો રીપોર્ટ જેમ બને તેમ જલ્દી આવશે. આમ ગાંધીનગર સુધી ગાજેલા આ પ્રકરણમાં તપાસનો ધમધમાટ શ થતા આગામી દિવસોમાં તપાસ કમિટીની કાર્યવાહીના અંતે વધુ કેટલાક ખુલશા થશે તેમ લાગી રહયું છે.

સેકસકાંડ સંબંધે ‘આજકાલ’ કોઈ યુવતિઓના નામ નહીં લખે, કોઈના ફોટા નહીં છાપે....

જામનગરની સરકારી કોવિડ હૉસ્પિટલના કથિત સેકસકાંડનો મુદ્દો અતિ સંવેદનશીલ છે અને જે કોઈ યુવતિઓ કદાચ પાપલીલા આચરનારા સુપરવાઈઝરોનો ભોગ બની હોય તો સ્વાભાવિક રીતે એમની જિંદગી બરબાદ થઈ શકે આ સમગ્ર બાબત ધ્યાનમાં રાખીને ‘આજકાલ’ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ભવિષ્યમાં પણ આ પ્રકરણમાં ફરિયાદ કરવા કોઈ યુવતિઓ આગળ આવે તો એ યુવતિનું નામ પ્રસિદ્ધ કરવામાં નહીં આવે, માત્ર પાપલીલા આચરનારા અપરાધીઓના નામ જ આપવામાં આવશે.

‘આજકાલ’ દ્વારા આ પ્રકારનો નિર્ણય સ્વૈચ્છાએ લેવાયો છે એટલે એવી પણ અપીલ છે કે, જે યુવતિઓ દબાણમાં આવીને હરામખોર ટોળકીનો ભોગ બની હોય તો હિંમત રાખીને સામે આવે, એમની ઓળખ છૂપાવવામાં આવશે તેની ‘આજકાલ’ ખાતરી આપે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS