દ્વારકા જિલ્લામાં જાહેરનામા ભંગ સબબ સોળ સામે ગુન્હો દર્જ

  • June 05, 2021 12:00 PM 

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં ચોક્કસ સમયગાળા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ અત્રે શક્તિનગર વિસ્તારમાં રહેતા પબુ ખીમાભાઈ ચાવડા નામનો શખ્સ ડમ્પર ટ્રક સાથે શહેરમાં ઘૂસી આવતા સ્થાનિક પોલીસે કલમ 188 મુજબ કાર્યવાહી કરી હતી.

    આ ઉપરાંત કોરોના અંગે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયામાં ગિરિરાજસિંહ ભીખુભા ચુડાસમા સામે, તાલુકાના વાડીનાર ગામે મહેન્દ્રસિંહ બાબુભા જાડેજા અને હારુન અબ્બાસ ભાયા સામે, ભાણવડમાં નરેન્દ્ર ગોવિંદભાઈ કદાવલા, માલદે મેપાભાઇ ગાગલિયા બાવા હાજી હિંગોરા અને ઈશા આરબી હિંગોરા સામે, સમૈયાભા સાજણભા કેર સામે ઓખામાં, ભરત જાલમ હાથલ અને વસંત નાગજીભાઈ ડાભી સામે દ્વારકામાં, જ્યારે જયેશ બાબુભાઈ સાગઠીયા અને સબ્બીર સાલેમામદ ચંગડા સામે મીઠાપુર પોલીસ મથકમાં, રામદે દેવાભાઈ બારીયા પ્રભાતગીરી અમરગીરી ગોસ્વામી અને ધીરૂ રાજશીભાઈ વાઘેલા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં કલમ 188 મુજબ ગુનો નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS