BREAKING NEWS

નિયમોની અવગણના કરનાર રેસ્ટોરન્ટ સંચાલકો સહિત સાત સામે ગુના નોંધાયા

  • April 30, 2026 09:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઔદ્યોગિક એકમો રેસ્ટોરેન્ટ અને ઘરમાં ઘરઘાટીને કામે રાખવા અંગે પોલીસને જાણ કરવાનું ફરજિયાત હોય જે અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું -હોય અને આ બાબતે વખતોવખત તાકીદ કરવામાં આવતી હોવા છતા કેટલાક શખસો જાહેરનામાની અવગણના કરતા હોય છે અને ક્યારેક તેના લીધે ગંભીર ઘટનાઓ પણ બનતી હોય છે. જેથી પોલીસ દ્વારા સમયાંતરે આ બાબતે વૈકિંગ કરવામાં આવે છે. દરમિયાન શહેર પોલીસ દ્વારા
ગઈકાલે પરપ્રાંતીયને મકાન ભાડે આપનાર તથા રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીયને કામ પર રાખી પોલીસને જાણ ન કરનાર સાત શખસો વિરુદ્ધ જાહેરનામાભંગ અંગેના ગુના નોંધવામાં આવ્યા છે જાણવા મળતી વિગતો મુજબ, એસઓજીની ટીમે વિશ્વકર્મા સોસાયટી શેરી નંબર ત્રણ ઇન્ફીનિટી સોફ્ટવેર કંપની પાસે મકાન પરપ્રાંતીયને ભાડે આપી પોલીસને જાણ ન કરનાર પ્રવીણ જેસંગભાઈ કવાટ (ઉ.વ. ૬૪) તવા હરેશ પ્રવીણભાઈ ગોહેલ(ઉ.વ.૪૨ ) વિરુદ્ધ જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત એસઓજીની ટીમે સદર બજાર વિસ્તારમાં બાલાજી એપાર્ટમેન્ટમાં ગાઝી નોનવેજ કેટરર્સ નામના રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીને કામે રાખી પોલીસને જાણ ન કરનાર રેસ્ટોરન્ટ સંચાલક સમીર હુમાયુભાઈ સંઘાર (ઉ.૧.૩૨) તથા પારસી અગિયારી ચોક પાસે શાહી નોનવેજ રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીને કામે રાખી પોલીસને જાણ ન કરનાર રેસ્ટોરન્ટ સંચાલક ઇલિયાસ અબ્દુલભાઈ રહેમાન વિરુદ્ધ જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કોઠારીયા સોલ્વન્ટ પાસે સિતારામ સોસાયટી શેરી નંબર છ માં પરપ્રાંતીય શખ્સને ઓરડી ભાડે આપી પોલીસને જાણ ન કરનાર જયેશ હરશુખભાઈ સરવૈયા ૨૨ અને મહેશ નાગજીભાઈ સરધારા ૫૮ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે.આજીડેમ પોલીસે અહીં કોઠારીયા સુરત વિસ્તારમાં જ મંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ખોડીયાર ચાઈનીઝ નામની રેસ્ટોરન્ટમાં પરપ્રાંતી અને કામે રાખી પોલીસને જાણ ન કરનાર રેસ્ટોરન્ટ સંચાલક મથુર વલ્લભભાઈ વોરા વિરુદ્ધ પણ જાહેરનામા અંગેનો ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application