દ્વારકા જિલ્લામાં કોરોના જાહેરનામાનો ભંગ કરતા બાર સામે ગુન્હો

  • May 04, 2021 08:09 PM 

દ્વારકાના રૂપેણ બંદરમાં જાહેરનામા ભંગની ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયામાં ભગીરથસિંહ અનુભા જાડેજા અને ઉમર ઈબ્રાહીમ ભગાડ સામે, ભાણવડમાં જાવેદ મામદ બનવા સામે દ્વારકામાં હરીશ સાવજાભા માણેક, અનિલ રામલખન નિષાદ અને જાકુમ મામદ શેખ સામે, ઓખામાં ધનસુખ અરશી શેવરા સામે, સલાયામાં ગોવિંદ વિરામ ચૌહાણ સામે જ્યારે કલ્યાણપુરમાં હિતેશ દયારામભાઈ મોઢા, રાજુ વિરમભાઈ વાઘેલા, વરવા પાલાભાઈ બેલા અને અશોક પરસોતમભાઈ ચૌહાણ સામે સ્થાનિક પોલીસમાં કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

જ્યારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના રહીશ એવા ઈલફાનખાન અદ્રેમાનમાનખાન પંજા નામના યુવાન દ્વારા પોતાના મચ્છીના દંગામાં સાતેક મહિનાથી રૂપિયા 10,000 ના માસિક પગારથી પરપ્રાંતિય શ્રમિકને કામ માટે રાખી, તેની જાણ સ્થાનિક પોલીસમાં ન કરતાં દ્વારકા પોલીસે ઈલફાનખાન  પંજા સામે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS