ખંભાળિયામાં પોલીસના ચેકિંગ દરમિયાન નાસી છૂટતા બાઈક ચાલક સામે ગુન્હો

  • April 09, 2021 08:27 PM 

કલ્યાણપુરમાંથી રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

ખંભાળિયામાં પોલીસના ચેકિંગ દરમિયાન નાસી છૂટેલા એક બાઈક ચાલક સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે, જ્યારે કલ્યાણપુરમાંથી રખડતો ભટકતો શખ્સ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.

ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારના ગત સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે આ સ્થળેથી પુર ઝડપે અને બેફિકરાઈપુર્વક જી.જે.37 એ.0787 નંબરના સાઈન મોટરસાયકલ પર નીકળેલા હરેન્દ્રસિંહ હેમતસિંહ રાજપુત નામના શખ્સને પોલીસે અટકાવતા આ સ્થળે થોભવાને બદલે તે નાસી છુટ્યો હતો. જેથી પોલીસે તેનો પીછો કરી મિલન ચાર રસ્તા પાસે રોકી, તેની સામે જુદી જુદી કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જ્યારે કલ્યાણપુરમાં કબીર આશ્રમ પાસેથી પટેલકા ગામના મુંજા લખુભાઇ ચાવડા નામના વીસ વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS