યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો ઝડપી બનાવવાના હોવાથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટાઈમ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, યુક્રેનનો કબજો ધરાવતો ક્રિમીઆ દ્વીપકલ્પ રશિયા પાસે જ રહેશે. યુક્રેન-રશિયા યુદ્ધ અંગે રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પર નિશાન સાધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઝેલેન્સકી આ યુદ્ધ શરૂ કરવા માટે જવાબદાર છે અને લાખો લોકોના મૃત્યુ માટે પણ તેઓ દોષિત છે. આ ઉપરાંત, તેમણે રશિયા સાથેના સંઘર્ષને ઉકેલવા માટે ક્રિમીઆને સોંપવાનો ઇનકાર કરવા બદલ ઝેલેન્સકીની પણ ટીકા કરી.
મળતી માહિતી મુજબ, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ તેને પાછું મેળવી શકશે? જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેમની પાસે રશિયન સૈનિકો છે. તેમની સબમરીન ઘણા વર્ષોથી ત્યાં હતી, આપણે જે સમયગાળા વિશે વાત કરી રહ્યા છીએ તેના ઘણા સમય પહેલા તેમણે કહ્યું કે ક્રિમીઆમાં મોટાભાગના લોકો રશિયન ભાષા બોલે છે. આ બધું બરાક ઓબામાના કારણે થયું, આ ટ્રમ્પે આપ્યું ન હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઝેલેન્સકી સારી રીતે જાણે છે કે ભવિષ્યમાં ક્રિમીઆ રશિયાના નિયંત્રણ હેઠળ રહેશે. બધા જાણે છે કે તે (ક્રિમીઆ) લાંબા સમયથી તેમની સાથે છે. યુક્રેનના નાટોમાં જોડાવા અંગે ટ્રમ્પે કહ્યું કે, તેમને નથી લાગતું કે યુક્રેન ભવિષ્યમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના લશ્કરી જોડાણ નાટોમાં જોડાશે અને તેમણે વધુમાં કહ્યું કે કિવની નાટોમાં જોડાવાની આકાંક્ષા યુદ્ધ ફાટી નીકળવાનું એક કારણ હતું. ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે, મને નથી લાગતું કે તેઓ ક્યારેય નાટોમાં જોડાઈ શકશે.
ટ્રમ્પે કહ્યું કે, મને લાગે છે કે આ યુદ્ધ શરૂ થવાનું કારણ એ હતું કે તેમણે નાટોમાં જોડાવાની વાત શરૂ કરી હતી. જો આ મુદ્દો ઉઠાવવામાં ન આવ્યો હોત તો તે શરૂ પણ ન થયો હોત તેવી સંભાવના હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech