ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાં પાંચ વર્ષથી ગેરકાયદે ખનન ચાલતું હતું: માટીચોરી કરી આર્થિક લાભ લેનાર શખસો સામે રોયલ્ટી ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવી
ગોંડલ તાલુકા ભુણાવા ગામે ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે સાદી રેતી અને સોટ મોરમની ચોરી કરનારા ૬ શખસો વિધ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રા વિગતો મુજબ,મૂળ ભૂજના વતની અને હાલ રાજકોટના રાધે એપાર્ટમેન્ટ માયાણી ચોક ખાતે રહેતા અને ખનીજ ખાતામાં રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતા કિશનભાઇ લાલજીભાઇ રાણવાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સહદેવસિંહ રેવતુભા જાડેજા, સિધ્ધરાજસિંહ નિભા જાડેજા, મજબૂતસિંહ કિભા જાડેજા, રણજીતસિંહ નટુભા જાડેજા, દિગ્વિજયસિંહ બાપાલાલ જાડેજા (રહે. તમામ ભુણાવા, ગોંડલ, રાજકોટ) અને ચન્નાભાઇ આંબાભાઇ સરસીયા (રહે. મહિકા મોટા ગોંડલ, રાજકોટ) ના નામ આપ્યા છે. જેના આધારે આરોપીઓ સામે આઇપીસીની કલમ–૩૭૯, ૩૪, ૪૧૪ અને માઇન્સ એન્ડ મિનરલ્સ રેગ્યુલેશન એકટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.રોયલ્ટી ઇન્સ્પેકટરની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિ પર દેખરેખ રાખવાની તેમની કામગીરી હોય છે અને ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખસો વિધ્ધ ફરિયાદ નોંધાવવાની સત્તા તેમને આપવામાં આવી છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, કલેકટર કચેરીના જનસંપર્ક અધિકારીને એક લેખિત ફરિયાદ મળી હતી કે, ગોંડલ તાલુકાના ભુણાવા ગામના ગૌચરની જમીન તથા સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે માટી ચોરી થઇ રહી છે. જેના અનુસંધાને રાજકોટ ભૂસ્તર શાક્રીની સૂચનાથી ગત તા.૦૮૧૨૨૦૨૫ના રોજ ખનીજ ખાતાની ટીમે ભુણાવા ગામે ચેકિંગ હાથ ધયુ હતું પરંતુ તે સમયે સ્થળ પરથી ખનીજ ચોરીની કોઇ પ્રવૃત્તિ મળી આવી ન હતી. જો કે, સોટ મોરમ ખનીજનું યુપીટર રોલ ફોર્મ મશીન ત્રા.લી. દ્રારા તાજુંનવું પુરાણસંગ્રહ કરવામાં આવ્યાનું ધ્યાને આવતા સ્થાનિકો સાથે આ અંગે વાતચિત કરતા યુપીટર રોલ ફોર્મ મશીન પ્રા.લી. જગ્યામાં કોઇપણ મંજૂરી વિના સંગ્રહપુરાણ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું. જે અનુસંધાને યુપીટર રોલ ફોર્મ મશીન પ્રા.લી.ને ૧૮૫૮.૬૨ મેટ્રીક ટન પુરાણસંગ્રહ બાબતે કારણદર્શક નોટીસ ફટકારવામાં આવેલ હતી. જે નોટીસ અનુસંધાને ગત તા.૦૩૦૨૨૦૨૬ના રોજ કસૂરદાર દ્રારા સમાધાન પેટેની રકમ ભરપાઇ કરવામાં આવી હતી.
ત્યારબાદ ભૂસ્તર શાક્રીને અરજદાર દ્રારા વધુ એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં ભુણાવા ગામના ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાં થયેલ ખોદકામ બાબતે અરજદારને હાજર રાખી તપાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેથી ગત તા.૦૬૦૩૨૦૨૬ના રોજ ખનીજ વિભાગની ટીમે ગોંડલ તાલુકા પોલીસની ટીમને સાથે રાખી ભુણાવા ગામે જઇ પોલીસ, નાયબ મામલતદાર, અરજદારને સાથે રાખી તપાસ હાથધરી હતી ત્યારે અહિંથી ગેરકાયદે ખનીજનું ખનન કે વહનને લગતી કોઇ પ્રવૃત્તિ મળી આવી ન હતી. જેથી તપાસ સમયે ખોદકામ થયેલ જગ્યાના સર્વે નંબરની ખરાઇ કરવા નાયબ મામલતદારને જણાવવામાં આવ્યું હતું. બાદમાં તપાસ સમયે અરજદાર દ્રારા બતાવવામાં આવેલ સ્થળે સાદી માટીનું નવું ખોદકામ થયેલ હોવાનું જાણવા મળતા અરજદારે નવું અને જુનું ખોદકામ સહદેવસિંહ રેવતુભા જાડેજા, સિધ્ધરાજસિંહ નિભા જાડેજા, મજબૂતસિંહ કિભા જાડેજા, રણજીતસિંહ નટુભા જાડેજા, દિગ્વિજયસિંહ બાપાલાલ જાડેજાના કહેવાથી મોટા મહિકાના રહેવાસી ચન્નાભાઇ આંબાભાઇ સરસીયા દ્રારા મશીનરી દ્રારા ગેરકાયદે ખોદકામ કરવામાં આવે છે.
વધુમાં અરજદારે જણાવ્યું હતું કે, ૬ શખસોની ટોળકી દ્રારા છેલ્લા પાંચ વર્ષથી કોઇપણ મંજૂરી વિના ગેરકાયદે ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. જે બાદ ખોદકામ થયેલ જમીન જેના સર્વે નં.૨૦૩ અને ૧૦૬માં થયેલ ખોદકામની ખરાઇ કરતા કોઇપણ પ્રકારની મંજૂરી વગર કુલ ૩૮૫૧૪.૩૧ મેટ્રીક ટન સોટ મોરમ અને ૩૧૭૯૮.૧૦ મેટ્રીક ટન સાદી માટીની ચોરી થયાનું ધ્યાનમાં આવતા ખનીજ વિભાગની ટીમે પ્રતિ મેટ્રીક ટનના .૧૭૫ લેખે .૫૫૬૪૬૬૮, પર્યાવરણને નુકશાન વળતર પેટે .૨૨૮૧૫૧૪, સોટ મોરમની ચોરી પેટે .૫૭૭૭૧૪૭ તેમજ પર્યાવરણના દડં પેટે .૨૩૬૮૬૩૦ મળી કુલ .૧,૫૯,૯૧,૬૫૯ની ખનીજ ચોરી થયાનું ફલિત થતા ખનીજ વિભાગની ટીમે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.