BREAKING NEWS

હાઈડ્રોક્લોરાઇડ વાળું પાણી ખેતરમાં છોડતા ફેક્ટરી માલિકો સામે ગુનો નોંધાયો

  • March 07, 2026 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગાંધીનગર સી.આઈ. સેલ,સીઆઇડી ક્રાઇમની ટીમે સાત માસ પૂર્વે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોઇબા ગામ નજીક એક સિલિકા નું ઉત્પાદન કરતી એક ફેક્ટરી બાજુમાં આવેલા ખેતરમાં નુકસાન કરતા ગંદુ પાણી છોડતા હોવાની ફરિયાદના પગલે ટીમે ચેકિંગ કર્યું હતું અને ગંદા પાણીના નમુના લઇ એફએસએલમાં મોકલવામાં આવતા આ નમૂનાના રિપોર્ટમાં પાણી હાઇડ્રોક્લોરિક એસિડ વાળું નુકસાન કરતા ગંદુ પાણી હોવાનું સામે આવતા સીઆઇડી ક્રાઈમ દ્વારા ફેક્ટરીના ત્રણ માલિકો સામે ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.


સીઆઇડી ક્રાઇમ સી આઇ સેલ ગાંધીનગરના પીએસઆઇ એ.સી.ઈશરાણી અને ટીમે સર્વે નં.૨૭૦ પૈકી- ૦૨, ગામ-કોયબા, તા.હળવદ,ખાતે આવેલી કેમપ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાંથી નિકળતું કેમીકલયુક્ત પાણી આજુબાજુના ખુલ્લા ખેતરો જમીનમાં છોડતા હોવાની મળેલ બાતમી હકિકત આધારે તા.૧૩/૦૯/૨૦૨૫૨૦૨૫ના રોજ સી.આઈ.સેલ, સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરથી ટીમ મોરબી ઉપરોક્ત ફેક્ટરી ખાતે આવેલ અને નજીકમાંથી ફેક્ટરી ખાતે તપાસ કરી હતી.


જેમાં ફેક્ટરીમાં અલ્પેશભાઇ અંબારામભાઇ વશીયાણી તથા સં જયભાઇ અમરશીભાઇ પટેલ હાજર મળી આવતાં મળેલ બાતમી હકિકતની સમજ કરી ફેક્ટરીના માલીક બાબતે પુછતાં તેઓ બંને ભાગીદાર હોવાનું અને ત્રીજા ભાગીદાર વિજયભાઇ જસમભાઇ પટેલ રહે.જુના દેવળીયાના હોવાનું જણાવેલ. જેથી અલ્પેશભાઇ વશીયાણી તથા સંજયભાઇ પટેલને ફેક્ટરી બાબતે પુછતાં પોતે સીલીકાનું ઉત્પાદન કરતાં હોવાનું અને ફેક્ટરીનો જી.એસ.ટી.નબર હોવાનું જણાવેલ અને બંનેને સાથે રાખી ફેક્ટરીમાં અને આજુ બાજુમાં તપાસ કરતાં ફેક્ટરીની આજુબાજુના બે ખેતરોમાં પાણી ભરેલ હોય જે પાણી ખરેખર કેમીકલ વેસ્ટ છે કે વરસાદનું પાણી છે તે પ્રાથમિક દ્રષ્ટિએ નક્કી કરી શકાય તેમન હોવાથી પાણીના નમુના તપાસ અર્થે કબજે લેવામાં આવ્યા હતા.


આવેલ જે બાબતે સી.આઇ.સેલએ સી. આઇ.ડી.ક્રાઇમ, રાજકોટ ઝોન પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નં.૦૧/૨૦૨૫,તા.૧૪/૦૯/૨૦૨૫૨૦૨૫ના રોજ ખબર આપી રજીસ્ટર કરાવી,પાણીના નમુનાનું એફ.એસ.એલ. પરીક્ષણ કરાવતાં પાણીના નમુનામાં હાઇડ્રોજન (H) અને ક્લોરાઇડ (CI )ના મુક્તમુલકોની હાજરી શોધાયેલ જે હાઇડ્રોકલોરિક એસીડના ઘટકો હોવાનું કહી શકાય,તેવો અભિપ્રાય સહ અહેવાલ એમ.એમ.શાહ, સાયન્ટીફીક ઓફીસર, ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા, ગુજરાત સરકારના આસીસ્ટન્ટ કેમીકલ એક્ઝામીનર, ન્યુ મેન્ટર કોર્નર, અમદાવાદ તરફથી મળેલ હતો.


ફેક્ટરીની આજુબાજુના ખુલ્લા ખેતરો/જમીનમાં હાઇડ્રોજન (H) અને ક્લોરાઇડ (CI ) વાળુ કેમીકલયુક્ત ગંદુ પાણી જાહેરમાં છોડવાથી માનવ તથા પશુઓની જીંદગી માટે જોખમકારક તેમજ નુકશાનકારક તેમ જ આજુબાજુની જમીનની ફળદ્રુપતા તેમજ પર્યાવરણને નુકશાન થાય તેમ હોય ફેક્ટરીના માલીકો જાણતાં હોવા છતાં પોતાની ફેક્ટરીમાંથી નિકળતું ગંદુ પાણી (કેમીકલ વેસ્ટ) છોડી ગુનો કરેલ હોય ફેક્ટરી માલિક અલ્પેશભાઇ અંબારામભાઇ વશીયાણી , રહે.લુણસર, સંજયભાઇ અમરશીભાઈ પટેલ, રહે.અજીતગઢ, તા.હળવદ, વિજય જસમતભાઇ પટેલ, રહે.જુના દેવળીયા, તા.હળવદ, વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૭૦, ૨૭૧, ૨૭૨, ૫૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application