ક્રાઇમ બ્રાંચે બે સ્થળેથી ૭૩૮ બોટલ દારૂ સાથે ચારને ઝડપ્યા

  • March 13, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેર ક્રાઇમ બ્રાન્ચે નાના મવા રોડ પરથી બોલેરો પીકઅપ વાનમાં લઈ જવાતો દાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડા બાદ તેની પુછપરછ કરવામાં આવતા આ દા બેડી યાર્ડ પાસે ટ્રક ગેરેજ પાસે પડતર ટેન્કરમાં મુકવા જઈ રહ્યા હોવાની કેફિયત આપતા પોલીસે બંને શખ્સોને સાથે રાખી બેડી યાર્ડ પાસે આજીનદીના કાંઠે આવેલા વિશ્વકર્મા ટ્રક ગેરેજ પાસે લઈ જઈ દરોડો પાડતા ટેન્કરમાં છુપાવેલો મોટા પ્રમાણમાં દાનો જથ્થો મળી આવ્યો હતો આ સાથે ત્યાં ઉભેલા વધુ બે શખસોને ઝડપી લઇ આકરી પુછપરછ કરતા આ દા અમદાવાદના શખ્સે આપ્યો હોવાની કબૂલાત આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, નાના મૌવા રોડ પર મોકાજી સર્કલ પાસેથી બોલેરો પીકઅપ વાનમાં વિદેશી દાની હેરફેર કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોલેરો પીકઅપવાનનો પીછો કરી આંતરી તલાસી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દાની બોટલ નગં ૨૪૦ કી..૨,૭૧,૨૦૦ની મળી આવતા પોલીસે દાનો જથ્થો અને બોલેરોવાન કબ્જે કરી ચાલક દિનેશ રાજકુમાર નીચાણી (રહે–જંકસન પ્લોટ, શેરી નં–૧૨, સોમનાથ એપાર્ટમેન્ટ લેટ નં–૫), વિજય હીરાનદં લાલવાણી (રહે–માધાપર ગામ, સીધી વિનાયક એપાર્ટમેન્ટ, લેટ નં–૪૦૨)ની અટકાયત કરી તેને પોલીસ મથકે લાવી પુછપરછ કરતા આ દા બેદી માર્કેટિંગ યાર્ડ પાસે આજીનદીના કાંઠે આવેલા વિશ્વકર્મા ગેરેજ પાછળ ત્યાં બે વ્યકિતઓને આપવાનો હોવાનું કહેતા પોલીસે બંને શખ્સોને સાથે રાખી સ્થળ પર પહોંચી દરોડો પાડો હતો. યાં બધં ટેન્કરમાં છુપાવેલો વધુ ૪૯૮ બોટલ વિદેશી દારૂ કી..૩,૬૧,૨૦૦નો મળી આવતા કબ્જે કરી દાની સપ્લાયની રાહ જોઈને ઉભેલા વિનોદ રમેશભાઈ ચૌહાણ (રહે–નવલનગર શેરી નં–૯, આરએમસી કવાર્ટર) અને હિતેન રાવ રામનારાયણ રાવ (રહે–જંગલેશ્વર સ્મશાનની સામે, અમીનભાઈના ભાડાના મકાનમાં)ને ઝડપી લઇ ચારેયની કાયદેસરની ધરપકડ કરી હતી.


આ દાનો જથ્થો કયાંથી આવ્યો હતો બાબતે પૂછતાં દા અમદાવાદના ભરત ખુશાલદાસ સોમૈયાએ મોકલ્યો હોવાનું કબુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. આ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકીની બાતમીના આધારે કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News