ખંભાળિયામાં યુવાન પર છરી હુલાવતા બે શખ્સો સામે ગુનો: આરોપીઓ ફરાર

  • June 08, 2021 10:53 AM 

     ખંભાળિયામાં રહેતા નરેન્દ્રભાઈ હરીશભાઈ ચાવડા નામના યુવાને અહીંના રાજન કિરીટભાઈ વાઘેલા અને આદેશ મોહનભાઈ ટીમાણીયા નામના બે શખ્સો સામે બીભત્સ ગાળો કાઢી આરોપી રાજન વાઘેલાએ તેમને હાથમાં તથા વાસાના ભાગે છરી મારીને ઈજાઓ કરવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. 

    બંને આરોપીઓ ફરિયાદી નરેન્દ્રભાઈના મોટાભાઈને માર મારતા હોય, જેથી તેઓ છોડાવવા જતાં આરોપીઓએ હુમલો કર્યો હોવાનું તથા હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS