મીઠાપુર પંથકમાં પરિણીતાને પુત્રી સાથે પહેર્યા કપડે કાઢી મૂકતા પતિ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો

  • June 21, 2021 10:53 AM 

ઓખા મંડળમાં આરંભડા વિસ્તાર ખાતે હાલ રહેતી અને ખેંગારભાઈ ધનાભાઈ લઘાની 28 વર્ષીય પુત્રી ભાવનાબેન દેવજીભાઈ દાફડાએ મીઠાપુર ટાઉનશીપ ખાતે રહેતા તેણીના પતિ દેવજી રામજીભાઈ દાફડા, પુંજીબેન રામજીભાઈ દાફડા અને ભારતીબેન દિનેશભાઈ મિયાત્રા નામના ત્રણ સાસરીયાઓ સામે તેણીના લગ્નજીવન દરમિયાન કરિયાવર બાબતે તથા નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી, વિવિધ પ્રકારે ત્રાસ ગુજાર્યો હતો. એટલું જ નહીં, તાજેતરમાં ભાવનાબેન સાથે તેણીના પતિએ ઝઘડો કરી, ઢીકા-પાટુનો માર મારી અને તેની દીકરી સાથે પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મુકી હોવાની ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS