દ્વારકામાં લગ્ન પ્રસંગે વધુ પડતા લોકો એકત્ર કરવા બદલ આયોજકો સામે ગુનો

  • April 06, 2021 07:29 PM 

સમગ્ર દેશ સાથે દ્વારકા જિલ્લામાં પણ કોરોના વાયરસની ચિંતાજનક રીતે વધી જતી મહામારીમાં દ્વારકા ખાતે ગઈકાલે યોજવામાં આવેલા ભવ્ય લગ્ન પ્રસંગમાં નિયત સંખ્યા કરતાં વધુ લોકો એકત્ર કરવા બદલ બે આયોજકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગેની વિગત મુજબ દ્વારકામાં આવેલા સનાતન આશ્રમ ખાતે ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં જાનૈયાઓ એકત્ર થયા હોવાની માહિતી પરથી સ્થાનિક પોલીસે આ સ્થળે પહોંચી જઈ અને તપાસ કરતા હાલ કોરોનાની ગાઈડલાઈન મુજબ મહત્તમ એકસો સંખ્યામાં લોકો હોવાના બદલે આ પ્રસંગમાં વધુ પડતા લોકો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરી, બહોળી સંખ્યામાં લોકો એકત્ર કરવા બદલ દ્વારકા પોલીસે અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના રહીશ જગદીશ માણેકલાલ ભટ્ટ (ઉ.વ. 52) તથા છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ચાંદણ ગામના રહીશ વિજય નવલસિંહ નાયક (ઉ.વ. 45) સામે જાહેરનામા ભંગની કલમ 188, 269, તથા ધી એપેડેમિક એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS