દ્વારકામાં અન્ય રીક્ષાની નંબર પ્લેટ લગાવીને ફરતા વાહનચાલક સામે ગુનો

  • July 06, 2021 09:56 AM 

એસ.ઓ.જી. પોલીસ દ્વારા તપાસ

    દ્વારકાથી આશરે ત્રણ કિલોમીટર દૂર રૂપેણ બંદર વિસ્તારમાં આવેલી એક ચેક પોસ્ટ પાસે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહી દરમિયાન આ સ્થળેથી પસાર થતી જી.જે. 37 વી.8604 નંબરની એક પેસેન્જર રીક્ષાને અટકાવી આ રીક્ષાના ચાલક ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રજાક જાકુબ સીદી નામના 28 વર્ષીય મુસ્લિમ યુવાનની પૂછપરછ કરતા આ રીક્ષાના સાચા નંબર જી.જે. 23 ઝેડ 4012 હોવાનું ખુલવા પામ્યું હતું. 

    વધુમાં જાણવા મળતી વિગત મુજબ રજાક દ્વારા પોતાની જૂની અને નકામી થઈ ગયેલી 4012 નંબરની રીક્ષાવાળી નંબર પ્લેટ વેરાવળ બાજુથી લઈને આવેલી બીજી 8604 નંબરની રીક્ષામાં ઉપયોગ કરવામાં આવી હતી.

    આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે રજાક સામે આઈ.પી.સી. કલમ 465, 468 તથા 471 મુજબ ગુનો નોંધ્યો છે. આ અંગેની ધોરણસર તપાસ એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. એ.ડી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS