ઓખામાં લગ્ન પ્રસંગે માનવ મેદની એકત્ર કરતા શખ્સ સામે ગુનો

  • May 29, 2021 11:23 AM 

જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ દોઢ ડઝન સામે કાર્યવાહી

કોરોના સંદર્ભે અહીંના જિલ્લા કલેકટર દ્વારા સાવચેતી સાથે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અમલમાં છે, તેમ છતાં પણ આ નિયમનો ભંગ કરતા અનેક શખ્સો દરરોજ પોલીસ ચોપડે ચડે છે.

ઓખા ખાતે પોર્ટ કોલોની વિસ્તારમાં રહેતા અયુબ જાફરભાઈ સુમાણીયા નામના 28 વર્ષના મુસ્લિમ યુવાનના ભાઈના લગ્ન હોવાથી તેમણે આ અંગે ઓનલાઇન મંજૂરી મેળવી હતી. પરંતુ ભાઈના લગ્નના ફુલેકામાં આશરે 75 જેટલા પરિવારજનો એકત્ર થઈ જતા આ અંગે ઓખા મરીન પોલીસે અયુબ જાફરભાઈ સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત ખંભાળિયામાં ચોક્કસ સમયગાળા દરમિયાન ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં જામનગરના રહીશ મુકેશગિરી રણછોડગિરી ગોસ્વામી (ઉ.વ. 40) અત્રે બજાણા રોડ પર પોતાનું વાહન લઇને આવી જતા પોલીસે તેની સામે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયામાં કિર્તીસિંગ ભૂપતસંગ કંચવા, નિલેશ હરભમભાઇ મૂન, રાજકોટના ઈક્કો ચાલક નાવેદ હનીફ થેબા અને નિતીન કારુભાઈ કણજારીયા સામે, ભાણવડમાં અલીમામદ આમદ હિંગોરા, મજબૂત અહમદ મુનશી અને સિકંદર રફીક લાખા સામે, દ્વારકામાં દેવશીભા મિયાઝરભા ચમડિયા, રમેશ રામજી જેઠવા, રણજીતભા ભુટાભા હાથલ અને અમજદખાન હાજી મીર સામે કલ્યાણપુરમાં મેરુ કારા જાદવ, પ્રવીણ લાધા ખાણધર, ભિમશી રામદેભાઈ ગોજીયા, અજય જગદીશભાઈ રાઠોડ અને સુમિત કિશોરભાઈ જગતિયા સામે સ્થાનિક પોલીસે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS