કોરોના તથા વાહન સહિતના જાહેરનામાનો ભંગ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીસ શખ્સો સામે ગુનો

  • May 20, 2021 10:56 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા કોરોના મહામારી ઉપરાંત વાહનો અંગે ચોક્કસ પ્રકારના પ્રતિબંધ સંદર્ભેના જાહેરનામનો ભંગ કરવા બદલ જુદા જુદા પોલીસ મથકમાં કુલ 20 આસામીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ખંભાળિયામાં ચોક્કસ સમયગાળા દરમિયાન ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં અત્રે નગર ગેઈટ વિસ્તારમાં ટ્રક સાથે આવેલા જામનગરના હુસેન આદમ ગંઢાર સામે, કારની વિન્ડ સ્ક્રીન પર કાળી ફિલ્મ સબબ ભાણવારી ગામના ગોગન જેસાભાઈ નંદાણીયા સામે, વાણંદ કામની દુકાન ખુલ્લી રાખવા સબબ ભાટીયા ગામના હરીશ ધીરજભાઈ ગોહેલ સામે બાલદાઢીની દુકાન ધરાવતા રાવલ ગામના અહેમદ નુરમામદ સામે, ઉપરાંત કોરોના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયામાં બાબુભાઈ નરસિંહભાઈ ટાંક અને આદમ હારુન ઘુકર સામે, સલાયાના એજાજ નુરમામદ મોડા સામે, ભાણવડમાં રમેશ અરજણભાઈ સોરઠીયા, ધવલ રમણભાઈ બંધીયા, રણમલ અરશીભાઈ નનેરા અને કમલેશ નટુભાઈ ગોદડીયા સામે, ઓખામાં પરવેઝ રહેમાન ખોખર સામે, કલ્યાણપુરમાં હનીફ અબ્દુલભાઈ પઠાણી સામે, ક્યારે દ્વારકામાં દિનેશ વાલાભાઈ રાઠોડ, રણધીર કાનાભાઈ પરમાર, રાણા બુધાભાઈ ચાસિયા, નાગાજણ ગાંગાભાઈ ચાસીયા અને ઇક્બાલ મામદ કટીયા સામે, જ્યારે મીઠાપુરમાં યુનુસ આરીફ પીપરપૌત્રા સામે સ્થાનિક પોલીસ મથકમાં કલમ 188 વિગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS