BREAKING NEWS

ક્રાઇમ બ્રાન્ચે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દારૂ ભરેલી રિક્ષા ઝડપી લેતા

  • April 20, 2026 08:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીને હવે ગણતરીના દિવસો બાકી છે આ વચ્ચે મત માટે દારૂ, પૈસા સહિતના કેટલાક પ્રલોભન આપવામાં આવતા હોય છે જેને લઈને દારૂ પૂરો પાડવા માટે બુટલેગરો પણ સક્રિય બન્યા છે આ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે ગ્રીનચોકડી પાસેથી દારૂ ભરેલ ઓટો રીક્ષા સાથે રામનાથપરાના બિલાલની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી રૂ.૧.૬૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે
બાદ દારૂની બાતમી આપ્યાની શંકાએ ગરુસ્ડ ગરબી ચોકમાં સમધાન માટે યુવકને બોલાવી ચાર શખસોએ તલવાર-ધારિયાથી હુમલો કરતા બે ને ઇજા થઈ હતી. બનાવના પગલે રાત્રીના પોલીસ  ોડી ગઈ હતી. અને ચાર શખસો સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ રામનાથપરા શેરી નંબર-૬માં હુશેની ચોકમાં રહેતા સાકીરીખાન હમીદખાન યુસુફી (ઉ.વ.૨૭)નો રાત્રીના અગિયારેક વાગ્યે ઘરે હતો ત્યારે મોટાબાપુના દીકરા નોઈનખાનને ફોન કરતા ફોનમાં કહ્યું
હતું કે, સવારે મારો ભાઈ બિલાલ દારૂમાં પકડાયો હતો. તેના સમધામ માટે ટીકુ પઠાણ, તેનો ભાઈ ચંગો, સાહિલ પરમાર, અસીમ પરમાર બધા ગસ્ડ ગરબી ચોક પાસે સમાધાન માટે ભેગા થવાના છે આથી યુવક પણ ત્યાં ગયો હતો. દરમિયાન ત્યાં તેના મોટા બાપુના દીકરા નોઈનખાનને મળતા એટલીવારમાં ટીકુ તેનોભાઈ ચંગો, સાહિલ અને અસીમ વાહનોમાં ધારિયા-તલવાર લઈને આવ્યા હતા અને અને મોટાબાપુના દીકરા નોઈનખાનને ગાળો આપી મારમારતા યુવક વચ્ચે છોડાવવા
પડતા ઊંધું ધારિયું પગમાં મારી દીધું હતું. અને પગમાં તલવારનો ઘા મારી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી યુવક વધુ મારથી બચવા માટે રાડો પાડતો ભાગતા માણસો ભેગા થઈ ગયા હતા અને ચારેય શખસો નાશી ગયા હતા. જતા જતા મારી નાખવીં ધમકી પણ આપી હતી. પુવકને ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા. પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકની ફરિયાદ પરથી
ટીકુ, ચંગો મેં સાહિલ પરમાર અને અસીમ પરમાર સામે ગુનો નોંધીઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ ડખ્ખા પાછળનું કારણ એવું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગ્રીનચોકડી પાસેથી પૂર્વ બાતમીના આધારે જીજે-૦૩-બીયુ- ૫૬૭૭ નંબરની રીક્ષાને રોકી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૫૭૬ બોટલ રીક્ષા રૂ.૧.૧૫ લાખનો મુદામાલ કબ્જે કરી રીક્ષા ચાલક બીલાલ નજીર મજીદ યુસુફી (ઉ.વ.૩૦, રહે. રામનાથપરા, હુસેની ચોક શેરી નંબર-૬)ને ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News