શહેરના કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે આવેલા ભારતીનગરમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે મકાનમાં ચાલતા ટોકન આધારિત જુગારધામ પર દરોડો પાડો હતો. પોલીસે અહીંથી જુગાર રમાડનાર અને જુગાર રમનાર સહિત સાત શખસોને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પિયા ૪૩ હજારની રોકડ અને ૮૨ ટોકન સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.કે. મોવાલીયા તથા તેમની ટીમ એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઈ દાફડા, કોન્સ્ટેબલ પ્રવીણભાઈ જતાપરા, રમેશભાઈ માલકીયા, તુલસીભાઈ ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.દરમિયાન મળેલી માહિતીના આધારે શહેરના કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે ભારતીયનગર શેરી નંબર ૧ માં રહેતા પરેશ દાદુભાઇ છૈયા (ઉ.વ ૪૭) ના મકાનમાં દરોડો પાડયો હતો. પોલીસે અહીં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. પટમાંથી પિયા ૪૩ હજાર રોકડ અને પ્લાસ્ટિકના ૮૨ ટોકન સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. અહીં દરોડા દરમિયાન ઝડપાયેલા શખસોમાં પરેશ દુદાભાઈ છૈયા (ઉ.વ ૪૭), કિરણ કાંતિભાઈ ચૌહાણ (ઉ.વ ૪૫), ભાવિન બીપીનભાઈ સેદાણી (ઉ.વ ૩૯), રાજેશ ધીરજલાલ ગોહિલ (ઉ.વ ૩૮), સંજય ભુપતભાઈ લાંબા (ઉ.વ ૩૮), મહીપતસિંહ લગધીરસિંહ ઝાલા (ઉ.વ ૨૮) અને પંકજ અમૃતભાઈ ઢોલરીયા (ઉ.વ ૩૯) નો સમવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ મકાન પરેશ છૈયાની માલિકીનું હોય અને હાલ તેણે આ મકાન કિરણ ચૌહાણને ભાડે આપ્યું છે. પરેશ અહીં છેલ્લા બે દિવસથી ટોકન આધારિત આ જુગાર કલબ ચલાવતો હતો આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
જુગારના અન્ય દરોડામાં ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે દેવપરા મેઇન રોડ પર ખ્વાજા ચોક પાસે એ વન ચા પાનની દુકાન સામે વરલી ફિચરના આંકડા લઇ રહેલા અસલમ હસનભાઈ ફકીરને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech