ક્રિકેટરો યુવાનો માટે રોલ મોડલ: હવે સિગારેટ, દારૂની જાહેરાતોમાં ખેલાડીઓ જોવા નહીં મળે

  • August 02, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવે દેશમાં કોઈ ખેલાડી દારૂ કે ધૂમ્રપાનની જાહેરાત કરતો જોવા નહીં મળે. કેન્દ્ર સરકારના આરોગ્ય મહાનિર્દેશક ડો. અતુલ ગોયલે બીસીસીઆઈ અને એસએઆઈને પત્ર લખીને ખેલાડીઓ પાસેથી તાત્કાલિક એફિડેવિટ લેવા જણાવ્યું છે. પત્રમાં ડો. ગોયલે લખ્યું કે ખેલાડીઓ, ખાસ કરીને ક્રિકેટરો દેશની યુવા વસ્તી માટે રોલ મોડલ છે. આનાથી યુવાનોને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા મળી શકે છે. જો કે, તે કમનસીબી છે કે મોટા સ્પોટ્ર્સ સ્ટાર્સ ઘણીવાર સિગારેટ, બીડી અથવા પાન મસાલાની જાહેરાત કરતા જોવા મળે છે.
ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (બીસીસીઆઈ )ના પ્રમુખ રોજર બિન્નીને દેશની વસ્તીને સ્વસ્થ રાખવાના નિર્ણયમાં સરકારને સમર્થન આપવા જણાવ્યું છે. તેણે અપીલ કરી છે કે આઈપીએલ કે અન્ય ક્રિકેટ ટુનર્મિેન્ટ દરમિયાન આવી જાહેરાતો ન ફેલાવવી જોઈએ. ઉપરાંત, આ જાહેરાતોમાંથી ખેલાડીઓને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ડો. ગોયલે સૂચન કર્યું છે કે બીસીસીઆઈ ખેલાડી પાસેથી એફિડેવિટ લઈ શકે છે, જેમાં તે પોતાને આ જાહેરાતોથી દૂર રાખવાનું વચન આપે. સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ)ના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાનને પણ આવો જ પત્ર લખવામાં આવ્યો છે.
હકીકતમાં, દેશના પ્રખ્યાત ખેલાડીઓ અને ફિલ્મ સ્ટાર્સ ઘણીવાર વિવિધ માધ્યમોમાં તમાકુ ઉત્પાદનોની જાહેરાત કરતા જોવા મળે છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવથી લઈને વીરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર અને ફિલ્મ અભિનેતા અજય દેવગન, અક્ષય કુમાર, શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. ઘણીવાર આ સેલિબ્રિટીઓ આ જાહેરાતોને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાયછે. એ અલગ વાત છે કે કાયદો બન્યાના ઘણા સમય બાદ સરકારે હવે આ ખેલાડીઓને નિયમોના દાયરામાં લાવવાનો નિર્ણય કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application