ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી છેતરપીંડીની બી ઝેડ પોન્ઝી સ્કીમના માલીક–સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયા બાદ તેની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ સ્કીમ ા.૬૦૦૦ કરોડ જેવી જંગી રકમની હોવાનું બહાર આવવાની સાથે તેમાં આઈપીએલ રમતા કેટલાક ક્રિકેટરોએ પણ રોકાણ કર્યાનું બહાર આવ્યું છે સીઆઈડી ક્રાઈમના સૂત્રોના જણાવ્યા મુજબ જે ચાર ક્રિકેટરોએ ભુપેન્દ્ર ઝાલાની સ્કીમમાં નાણા રોકયા છે તેમાં ગુજરાત ટાઈટન્સ વતી રમેલા મોહિત શર્મા, રાહુલ તેવટીયા, સાઈ સુદર્શન અને ટીમ ઈન્ડીયામાં પણ હાલ સામે શુભમન ગીલનો સમાવેશ થાય છે.
રાજયની સીઆઈડી ક્રાઈમે કરેલી ભુપેન્દ્ર ઝાલાની પુછપરછમાં આ ચારના નામ બહાર આવ્યા છે અને ઝાલાએ સ્વીકાર્યુ કે આ ક્રિકેટરોના નાણા તેણે પરત કર્યા નથી. સીઆઈડી અધિકારીઓના જણાવ્યા મુજબ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલે ા.૧.૯૫ કરોડ રોકયા છે જયારે અન્ય ત્રણ ક્રિકેટરોએ નાની રકમનું રોકાણ કર્યુ છે. હવે આ તમામ ચાર ક્રિકેટરોને પુછપરછ માટે બોલાવાશે.
જાણીતા લોકોનાં નામ બહાર આવ્યાં બાદ સીઆઈડી ક્રાઈમે આ યાદીમાં એકટર સોનુ સૂદનું નામ પણ તપાસ્યું હતું. તેની પાછળનું કારણ એ હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક કાર્યક્રમમાં આ એકટર હાજર રહ્યો હતો. બીજી તરફ ભુપેન્દ્ર ઝાલાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શિક મહેતાને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે. તેઓ સાબરકાંઠાના રહેવાસી છે અને જો તેની પણ સંડોવણી પુરવાર થશે તો તેની સામે પણ ધરપકડ સહિતના પગલા લેવાશે.
આ ઉપરાંત અધિકારીઓની એક ટીમ બેન્ક ખાતાઓના વ્યવહારો તપાસી રહી છે અને જે કેટલાક બેનામી ખાતા છે તેની પણ તપાસ થઈ રહી છે. જો કે પોલીસ કહે છે કે સમગ્ર કૌભાંડ ા.૪૫૦ કરોડનું જ છે. તેના હિસાબોમાં ા.૫૨ કરોડનું જ રોકાણ મળ્યુ છે. છતા આગળની તપાસમાં તે વધી શકે છે. ઝાલાને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ થઈ છે. બન્ને વચ્ચે લાંબા સમયથી સંબંધો છે અને તેનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાનો દાવો થઈ રહ્યો છે.
સૂત્રોનું કહેવું છે કે દરોડા પહેલાં જ ભૂપેન્દ્રસિંહ પોતાનો પાસપોર્ટ લઈને ફરાર થઈ ગયો હતો. આ ચર્ચાએ જોર પકડું હતું કે પોલીસના દરોડાની વાત લીક થઈ હતી અને ભૂપેન્દ્રસિંહ ફરાર થઈ ગયો હતો. જેને લઈને સીઆઈડીના વડાએ કેટલાક અધિકારીઓને બોલાવીને વાત લીક કેવી રીતે થઈ? અને આરોપી ફરાર કેવી રીતે થયો? તે મુદ્દે ઠપકો પણ આપ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે આ વાતને લઈને ગુ તપાસ પણ સોંપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech