આઈ.પી.એલ.મા આઈડી ક્રિકેટનો સટ્ટો પુરબહારમાં છતા પોલીસ અંધારામાં...
આઈ.પી.એલ મેચ શરૂ થયા તેને એક મહીનો વીતી ચુક્યો ત્યારે દ્વારકા જિલ્લાના કેટલાક બુકીઓ અજ્ઞાત સ્થળોએ એકત્ર થઈ આઈડી ક્રિકેટનો સટ્ટો બિનદાસ્ત રીતે રમાડતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક પોલીસને જેની ગંધ શુદ્ધા આવી નથી.
હાલમાં એક મહિનાથી ચાલતા ક્રિકેટના આઈ.પી.એલની સિઝનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, મીઠાપુર તથા દ્વારકા શહેરમાં ક્રિકેટના સંખ્યાબંધ ડબ્બાઓ ફૂટી નીકળ્યા છે. જિલ્લાના રસીક સટ્ટોડીયાઓને જુગાર રમાડવા માટે આઈડી ક્રિકેટનો સટ્ટો ફૂલ્યો ફાલ્યો છે.
ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટનો આઈ.પી.એલ એક મહિનાથી આગળ ધપી રહ્યો છે ત્યારે ક્રિકેટના બુકીઓ પણ છેલ્લી ઓવરોમાં જેમ ક્રિકેટરો ફટકાબાજી કરે તેમ સટ્ટોડીયાઓ રમી-રમાડી લેવાના મુડમાં હોય તેમ જણાઈ રહ્યું છે. ઓખા, મીઠાપુર અને દ્વારકાના બુકીઓ દ્વારા શહેરની બહાર આઈડી ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
બિન આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અજ્ઞાત સ્થળે એકઠા થતા બુકીઓ રાજકોટ અમદાવાદ સુરતના બુકીઓં સાથે સેટીંગ કરી મૌટા પ્રમાણમાં બેટીંગ લઈ રોજેરોજ લાખો રૂપિયાની હારજીત કરાવી રહ્યા છે વધુમાં ચર્ચાતી વિગત મુજબ છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહેલી વર્લ્ડકપની ક્રિકેટ મેચો દરમ્યાન ઓખા, દ્વારકા કે મીઠાપુરના પોલીસ સ્ટેશનમાં ક્રિકેટના સટ્ટા અંગેનો એકપણ ગુન્હો નોંધાયો નથી તે બાબત સૂચક ગણાવાઈ રહી છે. સ્ટેટ વિજીલન્સ ટીમ જો અચાનક ત્રાટકે તો ક્રિકેટનું મોટું બેટીંગનું સેટીંગ બહાર આવે તેમ લાગી રહ્યું છે.
મીઠાપુરના બુકીઓને જામનગર એલ.સી.બી એ ઝડપી પાડ્યા...
તાજેતરમાં ચાલી રહેલ આઈપીએલ ટુર્નામેન્ટમા મીઠાપુરના બુકીઓ ધ્રોલ નજીક ચાલુ કારમાં કિક્રેટ મેચ પર સટ્ટો રમાડતા જામનગર એલ.સી.બી એ ઝડપી પાડ્યા હતા
આંગડિયા પેઢીમાં થાય છે સમગ્ર વહીવટ...!
વતુઁળો માંથી મળતી માહિતી મુજબ આઈ.પી.એલ મેચમાં રોજ લાખો રૂપિયાની હાર જીત થતી હોય છે અને આ તમામ રૂપીયાનો વહીવટ આંગડિયા પેઢી મારફત થતો હોવાનું પણ જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech