ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઓક્શન આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

  • December 26, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં તાલુકા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ -૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાલુકા શિક્ષક સંઘનાં પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેષભાઈ કરમુર અને ઉપપ્રમુખ દેવશીભાઈ કરમુરની આગેવાની હેઠળ આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. આ મેચમાં તાલુકામાંથી કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ ઓક્શન આધારિત યોજવામાં આવેલ હતી.
ફાઇનલ વિજેતા ટીમ વિરલ બગડાઈની આઝાદ ઇલેવન રહી હતી. જ્યારે રનર્સઅપ ટીમ દિનેશ વરુની ભગતસિંહ ઇલેવન રહી હતી. આ ટુર્નામેન્ટનાં મેન ઓફ ધ સિરીઝ દિનેશ વરુ, બેસ્ટ બેટ્સમેન દિનેશ વરુ, બેસ્ટ બોલર ચંદ્રેશ રાઠોડ રહ્યા હતા. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ વિરલ બગડાઈ બન્યા હતા.
આ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત સદસ્ય એભાભાઈ કરમુર, આહીર અગ્રણી મેરામણભાઈ ભાટુ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઈ કનારા, તાલુકા પંચાયત સદસ્ય ઘેલુભા જાડેજા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, સાંસદ પૂનમબેન માડમનાં પ્રતિનિધિ પરબતભાઈ સુવા, જિલ્લા સંઘ ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, બીઆરસી પી.એસ. રાણા, પ્રમુખ રામભાઈ ચાવડા, મારખીભાઈ ગોરીયા, મુકેશભાઈ જોષી, શત્રુઘ્નભાઈ ગોજીયા, સુમાત ગોજીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન કોમેન્ટેટર તરીકે ભીમશીભાઈ ગોધમ, ખુમાણભાઈ, રાણાજી, ભીખુભાઈ પિંડારીયા તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમમાં એન્કર તરીકે જ્યોતિષભાઈ ચૌધરીએ સેવા આપેલ હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવનારા સૌ શિક્ષકોનો ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application