BREAKING NEWS

ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાવધાન! બેંકો અચાનક કેમ ઘટાડી રહી છે તમારી ક્રેડિટ લિમિટ? જાણો અસલી કારણો

  • June 06, 2026 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ ઘણા ક્રેડિટ કાર્ડ ધારકોને અચાનક એક એવો મેસેજ મળી રહ્યો છે જેને જોઈને તેઓ ચોંકી જાય છે. કોઈ પણ પૂર્વ ચેતવણી વગર આવતા આવા નોટિફિકેશનથી ગ્રાહકો મુંઝવણમાં મુકાઈ જાય છે. નાણાકીય નિષ્ણાતોના મતે, બેંકો ગમે તેમ આ નિર્ણય નથી લેતી, પરંતુ તેની પાછળ ગ્રાહકોની કેટલીક આદતો અને આર્થિક સંકેતો જવાબદાર હોય છે.બેંકો કઈ બાબતો પર નજર રાખીને લિમિટ કાપી નાખે છે?
બેંકો તમારા કાર્ડના વપરાશ અને ચૂકવણીની પદ્ધતિનું સતત મૂલ્યાંકન કરે છે. લિમિટ ઘટવા પાછળ મુખ્યત્વે નીચેના કારણો જવાબદાર હોઈ શકે છે


ચૂકવણીમાં બેદરકારી 
જો તમે સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ નથી ભરતા અથવા દર મહિને માત્ર 'મિનિમમ ડ્યૂ' (ન્યૂનતમ રકમ) ભરીને સંતોષ માનો છો, તો બેંક તમને જોખમી ગ્રાહક ગણે છે.


સિબિલ સ્કોરમાં ઘટાડો 
તમારો ક્રેડિટ સ્કોર ઓછો થવો એ સંકેત આપે છે કે તમારી આર્થિક સ્થિતિ હાલ નબળી છે. આથી બેંક પોતાની સુરક્ષા માટે તમારી ઉધાર લેવાની મર્યાદા ઘટાડી દે છે.


કાર્ડનો બહુ વધારે કે બહુ ઓછો વપરાશ 
 જો તમે લિમિટનો બહુ મોટો હિસ્સો સતત વાપરો છો, તો તમે આર્થિક દબાણમાં છો તેવું બેંક માને છે. બીજી તરફ, જો કાર્ડ લાંબા સમય સુધી બંધ પડ્યું રહે, તો કમાણી ન થવાના કારણે બેંક લિમિટ ઘટાડી દે છે.


બેંકોની આંતરિક નીતિઓ 
ઘણીવાર આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં બેંકો પોતાના લોન પોર્ટફોલિયોને સુરક્ષિત રાખવા માટે ગ્રાહકોની લિમિટ ઘટાડે છે, જેમાં ગ્રાહકનો કોઈ વાંક હોતો નથી.


તમારા ખિસ્સા અને સ્કોર પર શું થશે અસર?


ક્રેડિટ લિમિટ ઘટવાની સીધી અસર તમારા ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો (CUR) પર પડે છે. ઉદાહરણ તરીકે, જો તમારી લિમિટ રૂ .૧ લાખ હોય અને તમે રૂ .3૦,૦૦૦ વાપરતા હોવ, તો તમારો વપરાશ ૩૦% ગણાય. પરંતુ લિમિટ ઘટીને રૂ. 5૦,૦૦૦ થઈ જાય અને ખર્ચ રૂ.૩૦,૦૦૦ જ રહે, તો તમારો વપરાશ સીધો 6૦% થઈ જશે.


આ વધેલો રેશિયો તમારા સિબિલ સ્કોરને નીચે પાડી શકે છે.લિમિટ બચાવવા અને ફરી વધારવા માટે શું કરવું?


જો આવી સ્થિતિ ઊભી થાય, તો ગભરાવાને બદલે નીચેના સકારાત્મક પગલાં ભરવા જોઈએ:બેંકનો સંપર્ક કરો

સૌથી પહેલાં તમારી બેંકનો સંપર્ક કરી લિમિટ ઘટાડવાનું ચોક્કસ કારણ જાણો.


સમયસર પૂરી ચૂકવણી
હંમેશા ક્રેડિટ કાર્ડનું બિલ નિયત તારીખે પૂરેપૂરું ચૂકવવાની આદત પાડો.

નિયંત્રિત વપરાશ:- ક્રેડિટ કાર્ડની કુલ લિમિટના માત્ર ૩૦% થી ઓછો હિસ્સો જ વાપરવાનો આગ્રહ રાખો.દસ્તાવેજો અપડેટ રાખો: તમારી આવક વધે ત્યારે તેનાથી જોડાયેલા નવા દસ્તાવેજો બેંકમાં અપડેટ કરતા રહો, જેથી ભવિષ્યમાં લિમિટ ફરી વધી શકે.ક્રેડિટ લિમિટમાં ઘટાડો એ એક જાગૃત કરનારો સંકેત છે. તેને એક ચેતવણી ગણીને તમારી નાણાકીય ટેવોમાં સુધારો કરવો એ જ સમજદારીભર્યું પગલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application