મહાવિકાસ અઘાડીમાં તિરાડ! ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતૃત્વમાં BMC ચૂંટણી એકલા હાથે લડશે

  • January 11, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું કે અમારો પક્ષ મહારાષ્ટ્રમાં સ્થાનિક એકમો એટલે કે BMCની આગામી ચૂંટણીઓ એકલા હાથે લડશે. પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ પાર્ટીને સંકેત આપ્યો હતો કે આ વખતે ઉદ્વવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના એકલા હાથે ચૂંટણી લડે.


શિવસેના (UBT) રાજ્યસભા સાંસદ રાઉતે કહ્યું કે 'I.N.D.I.A. બ્લોક' અને 'મહા વિકાસ આઘાડી' ગઠબંધન લોકસભા અને વિધાનસભા ચૂંટણી પૂરતું જ છે. ગઠબંધનમાં વ્યક્તિગત પક્ષોના કાર્યકરોને તક મળતી નથી અને આ રાજકીય પક્ષોના સંગઠનાત્મક વિકાસમાં અવરોધ થાય છે. અમે મુંબઈ, થાણે, નાગપુર અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા પરિષદો અને પંચાયતોમાં અમારી તાકાતના આધારે ચૂંટણી લડીશું. આ ચૂંટણીઓમાં અમે અમારા કાર્યકરોને તક આપીશું.


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MVA ની કારમી હાર બદલ આરોપ-પ્રત્યારોપમાં સંપડાયેલા કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર પર કટાક્ષ કરતા સંજય રાઉતે કહ્યું, 'જે લોકો સર્વસંમતિ અને સમાધાનમાં માનતા નથી તેમને ગઠબંધનમાં રહેવાનો કોઈ અધિકાર નથી.


કોંગ્રેસ વિશે રાઉતે શું બોલ્યા ?

તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પછી I.N.D.I.A. બ્લોકની એક પણ બેઠક યોજાઈ નથી. સંજય રાઉતે કહ્યું, 'અમે I.N.D.I.A. બ્લોક માટે કોઓર્ડિનેટર પણ નિયુક્ત કરી શક્યા નથી. ગઠબંધનમાં સૌથી મોટા પક્ષ તરીકે, બેઠક બોલાવવાની જવાબદારી કોંગ્રેસની હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application