ફિલ્મનું ટ્રેલર જોઇને જ રૂંવાડા ઉભા થઇ જશે,અર્જુન રામપાલ અને નોરાની એક્શન તાળી પડવા મજબુર કરશે
ફિલ્મ ક્રેકનું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. વિદ્યુત જામવાલની સાથે-સાથે ફિલ્મમાં અર્જુન રામપાલનો એક્શન અવતાર જોવા મળશે. એક્શન થ્રિલર ફિલ્મ ક્રેકમાં નોરા ફતેહી પણ ધાંસુ અંદાજમાં જોવા મળી રહી છે.
વિદ્યુત જામવાલ સ્ટાર ફિલ્મ ક્રેકનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મના ટ્રેલર પછી હવે લોકોને આ મુવી ક્યારે રિલીઝ થશે એની રાહ જોઇ રહ્યા છે. એક્શન થ્રિલર ફિલ્મ ક્રેકનું ટ્રેલર રિલીઝ થતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે. લોકોને ટ્રેલરમાં વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલનો એક્શન અવતાર ખૂબ પસંદ પડી રહ્યો છે. એક્શન ક્રેઝનો ધમાકો કરવા માટે એક્શન કિંગ વિદ્યુત જામવાલ ફિલ્મ ક્રેક માટે તૈયાર છે. ફિલ્મમાં ધમાકેદાર એક્શન સીકવન્સને લઇને વિદ્યુત જામવાલ ખૂબ જાણીતા છે. જો કે આ વાત ક્રેકના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે.
ફિલ્મ ક્રેકના ટ્રેલરમાં વિદ્યુત જામવાલ સિવાય અર્જુન રામપાલ અને નોરાની શાનદાર અને ધમાકેદાર એક્શન જોવા મળવાની છે. આ ફિલ્મના એક્શન સીન્સ બહુ જોરદાર છે. આ ફિલ્મ એક્શન સીન જોઇને ફેન્સ સતત વિદ્યુત જામવાલના વખાણ કરી રહ્યા છે. વિદ્યુત જામવાલ આ ફિલ્મમાં એક્શનની સાથે કોમેડી કરતા પણ જોવા મળી રહ્યો છે. એક્ટરનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ સાથે લોકો વખાણ કરી રહ્યા છે.
ક્રેક ટ્રેલરની કહાની
ફિલ્મ ક્રેકમાં વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલના જબરજસ્ત એક્શનની સાથે એમી જેક્શન અને નોરા ફતેહી પણ નજરે પડશે. 2 મિનિટ 21 સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત ડાયલોગ એ ભાઇ..સપને તો દોનો આંખો સે દેખતે હૈ ન ઔર તેરી દુસરી આંખ કૌન હૈ..મેઇચ તો હું. મેદાન મેં જાએંગે, ઝંડા ગાડેંગે ઔર સબકી ફાડેંગે. આ ડાયલોગથી એટલું સ્પષ્ટ થાય છે કે આ કહાની કોઇ બદલા બેસ્ડ છે.
ક્રેક આ દિવસે રિલીઝ થશે
ક્રેકમાં દમદાર કલાકાર વિદ્યુત જામવાલ, નોરા ફતેહી અને એમી જેક્સનની સાથે અર્જુન રામપાલ મહત્વની ભૂમિકામાં છે. ક્રેક એક એક્શન થ્રિલર હોવાનો વાદો કરે છે જેમાં અર્જુન રામપાલ એક એડ્રેનાલાઇન-પપિંગ કહાનીમાં છે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. જો કે આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. વિદ્યુત જામવાલની એક્શન એક્ટિંગ પર હંમેશા ફેન ફિદા થતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech