જામનગરની સરકારી જી.જી હોસ્પિટલનાં કોવિડ બિલ્ડિંગ અને આસપાસના સમગ્ર વિસ્તારને સેનીટાઇઝડ કરાયો

  • May 12, 2021 10:50 AM 

ફાયર બ્રિગેડ દ્વારા રાત્રિના સમગ્ર પરિસરમાં હાઇપોક્લોરાઇડ મિશ્રિત પાંચ હજાર લીટર લિક્વિડ નો છંટકાવ કરાયો

જામનગર તા., ૧૨ જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ પરિસરમાં દર્દીના સગાઓનો ખૂબ જ મોટા પ્રમાણમાં જમાવડો રહેતો હોવાથી તેમજ એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં દર્દીઓની હોસ્પિટલ પરિસરમાં જ સારવાર ચાલી રહી હોવાથી કોરોના નું સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતાઓને લઇને જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર ખૂબ જ સતર્ક બન્યું હતું.

જેના અનુસંધાને જીજી હોસ્પિટલ ના બિલ્ડિંગના એ વિભાગ તથા બી વિભાગ સહિતના વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો હતો, અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને ગઇકાલે બપોર પછીથી ખાલી કરાવવાનું શરૂ કરાયું હતું. અને રાત્રિના ૮ વાગ્યા સુધીમાં સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયું હતું.

ત્યારપછી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના અધિકારીઓ શ્રી સી. એસ. પાંડે તેમજ જે.બી. રાણા વગેરેની રાહબરી હેઠળ ૬ થી વધુ ફાયરના જવાનોની ટીમ હાઇપોક્લોરાઈડ લિક્વિડ અને મલ્ટી પર્પસ ફોગિંગ મશીન વગેરે સાથે જી.જી.હોસ્પિટલ પરિસરમાં પહોંચી જઈ રાત્રિના ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી પાંચ હજાર જેટલા મિશ્રણ યુક્ત લિક્વિડનો છંટકાવ કરી સમગ્ર પરિસરને સેનીટાઇઝડ કરી દેવાયો છે.

કોરોનાના સંક્રમણની સાથે સાથે હાલમાં મ્યુકોર્માયકોસિસ (ફંગસ) રોગના દર્દીઓ પણ વધી રહ્યા હોવાથી તેનું સંક્રમણ રોકવાના ભાગરૂપે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી હતી, અને જી.જી.હોસ્પિટલમાં પરિસરને સેનીટાઇઝર કરી દેવાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS