Covid 19 : કેટલી સુરક્ષિત અને અસરકારક હશે નાકથી આપવામાં આવતી વેકસીન?

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી સામે લડવા માટે અનેક દેશોને  દવા અને વેકસીન તૈયાર કરવામાં સફળતા મળી છે. ચીન અને રસીયાએ વેકસીન તૈયાર કરી લીધી છે, જ્યારે ભારત, બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં ઝડપથી કોરોનાની વેકસીન ઉપલબ્ધ હશે.

 

અમેરિકા દ્વારા એક વેકસીન તૈયાર કરવામાં આવી છે. જેના ડ્રોપસ નાકમાં નાખવાના છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે નાકમાં કોરોના વેકસીનના ટીપાં નાખવાથી તે અસરકારક સાબિત થશે, કારણકે કોરોના વાયરસ નામ અને મોં દ્વારા ઝડપથી ફેલાય છે. હાલમાં આ વેકસીનનું ટ્રાયલ ઉંદર પર ચાલી રહ્યું છે અને તેના અસરકારક પરિણામ જોવા મળ્યા છે.

 

એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલ અહેવાલ અનુસાર ઉંદરને નાકમાંથી વેકસીન આપવાથી ઉંદરની ઈમ્યુનિટીમાં વધારો થયો અને કોરોના વાયરસ સામે લડતી એન્ટીબોડીઝમાં વધારો થયો છે. નાક અને શ્વસનતંત્રમાં તેનો ફાયદો જોવા મળ્યો છે. ફેફસામાં ઈન્ફેક્શન અને સોજા ચડવા જેવી બાબતો સામે સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે. વેકસીનની મદદથી ઉંદરને બચાવી શકાયા છે ઉપરાંત સંશોધકોનું કહેવું હતું કે વેકસીનની અસર લાંબો સમય સુધી ચાલે છે. કોરોનાની વેકસીનનો ડોઝ આપ્યા બાદ ઉંદરમાં કોરોનાનું સંક્રમણ ખતમ થયું છે અને બીજી વાર સંક્રમણ થયું નથી. ખૂબ ઝડપથી બીજા પ્રાણીઓ પર આ વેકસીંગનું ટેસ્ટીંગ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS