ઘોર કળિયુગ પિતરાઈ ભાઈ બહેને કર્યા લગ્ન : પરિવારજનોએ પુતળા બનાવી કર્યા અંતિમ સંસ્કાર

  • March 04, 2021 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝારખંડના રામગઢમાં પરથી ભરોસો ઉઠી જાય તેઓ એક કિસ્સો સામે આવ્યો છે. સગા બાપે તેની દીકરી પુતળું બનાવીને તેના અંતિમ સંસ્કાર કરી દીધા છે. જે રીતે મૃત વ્યક્તિની અંતિમક્રિયા અને વિધિ કરવામાં આવે એ જ રીતે રામગઢમાં એક દૂ:ખી અને આઘાત પામેલા પિતા એ તેની દીકરીની મૃત્યુ પછીની વિધિ કરી છે અને મુંડન પણ કરાવ્યું હતું.

 

આવું કરવા પાછળનું કારણ એ હતું કે તે છોકરીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે જ લગ્ન કર્યા છે. પિતરાઇ ભાઈ બહેનના લગ્નની વાત સાંભળીને આધાત પામેલા પરિવારે કે છોકરી પુતળાના જ અંતિમ સંસ્કાર કરી દીધા હતા. બંને પરિવારોએ પિતરાઈ ભાઈ બહેન બનેલા પતિ પત્નીને પોતાના પરિવારથી પણ દૂર કરી દીધા છે.

 

આ ઘટનાથી સમસમી ગયેલા છોકરીના પરિવારે કહ્યું હતું કે, છોકરીના આ પગલાંથી તેઓ સમાજમાં કોઇને મોઢું બતાવવા લાયક નથી. છોકરીએ તેના પિતરાઈ ભાઈ સાથે 28 ફેબ્રુઆરીએ ભાગીને લગ્ન કર્યા છે. આ બાબતે પરિવારજનોએ તેની ફરિયાદ રજરપ્પા પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. પોલીસે બંનેને પકડ્યા હતા અને સમજાવવાની પણ કોશિશ કરી હતી. પરંતુ પ્રેમમાં પાગલ પિતરાઈ ભાઈ બહેન કોઈનું સાંભળવા જ તૈયાર નહોતા. ત્યારબાદ છોકરીના પરિવારજનોએ છોકરી સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા અને તેના પૂતળાનું અંતિમ સંસ્કાર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application