પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં નિખિલ ગુપ્તાને અમેરિકા પ્રત્યાર્પણ કરવાનો કોર્ટનો ચુકાદો

  • January 20, 2024 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેક રિપબ્લિકની કોર્ટે ભારતીય નાગરિક નિખિલ ગુાના યુએસ પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. અમેરિકાએ તેના પર અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ચેક રિપબ્લિક જસ્ટિસ મિનિસ્ટ્રીના પ્રવકતા અનુસાર, નિખિલ ગુાના પ્રત્યાર્પણ અંગેનો અંતિમ નિર્ણય ન્યાય મંત્રી પાવેલ બ્લાઝેક પર છે. ૫૨ વર્ષીય ભારતીય નાગરિકની નિખિલ ગુાની યુએસની વિનંતી પર ૩૦ જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. યુએસ ફેડરલ પ્રોસિકયુટર્સે નિખિલ ગુા પર હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો છે. આ અંતર્ગત તેને ૧૦ વર્ષની જેલની સજાની થઇ શકે છે.

રિપોર્ટ અનુસાર, નિખિલ ગુાના વકીલોએ કોર્ટમાં દલીલ કરી છે કે નિખિલની ધરપકડ ખોટી ઓળખના કારણે થઈ હતી. વકીલે કહ્યું કે નિખિલ ગુાની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે. ડિસેમ્બરમાં નીચલી અદાલતના નિર્ણય સામે ભારતીય નાગરિકની અપીલ છતાં પ્રાગ હાઈકોર્ટે નિર્ણયને યથાવત રાખ્યો છે. ન્યાય મંત્રાલયના પ્રવકતાએ સંકેત આપ્યો છે કે અંતિમ નિર્ણય હવે ન્યાય પ્રધાન પાવેલ બ્લેઝેક પર છે. જો કે ન્યાય મંત્રીનો નિર્ણય કયારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટ્ર માહિતી નથી.

યુએસ કોર્ટમાં આરોપ સાથે સંબંધિત દસ્તાવેજોમાં, નિખિલ ગુાને ષડયત્રં સાથે જોડવા માટે વાતચીતની વિગતો શેર કરવામાં આવી હતી. આ સાથે કેટલાક ફોટોગ્રાસ પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પૈસાની અને હાયર કરેલા હત્યારાઓને એડવાન્સ રકમ આપતા દર્શાવવામાં આવ્યા હતા. અમેરિકાએ દાવો કર્યેા છે કે નિખિલ ગુાએ કથિત રીતે જેમને એડવાન્સ પૈસા આપ્યા તે 'ભાડે રાખેલો કિલર' નહી પણ એક ગુ અમેરિકન એજન્ટ હતો. જોકે, નિખિલ ગુાના વકીલે પૈસાની લેવડ–દેવડની આ તસવીરો વિશે કહ્યું હતું કે, તે તસવીરો સ્પષ્ટ્ર કઈં સાબિત કરી શકતી નથી. એટલે તેને પુરાવા તરીકે રજૂ ન કરવી જોઈએ કારણ કે આ ફોટો કોઈપણ રીતે કિલક કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application