રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં 2019માં 3 વર્ષના માસુમ બાળકની તેના જ ભાભુએ ગળેટુંપો આપી હત્યા નિપજાવી લાશને કોથળામાં ભરી ફેંકી દીધી હતી. આ કેસમાં કોર્ટે આરોપી મહિલાને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ રૂપિયા 10,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજા ફરમાવી છે. આરોપી મહિલા મૃતક બાળકની ભાભુ થતી હોય અને બાળકની હત્યા કરી એના થોડા દિવસ પછી જ બાળકનો જન્મદિવસ હોય તેના માટે ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ઇર્ષ્યામાં આવી આરોપી મહિલાએ આંગણવાડીમાંથી બાળકનું અપહરણ કરી બાદમાં હત્યા નિપજાવી હતી.
આરોપી પારૂલબેન ઉર્ફે હકી અલ્પેશભાઈ ડોબરિયા (ઉં.વ.40)એ તા.28.12.2019ના રોજ 10.30 વાગ્યા આસપાસ ફરિયાદી કમલેશભાઈ ડોબરિયાના 3 વર્ષના દીકરા ખુશાલને આંગણવાડીએથી ખુશાલના ભાભુ તરીકેની ઓળખ આપી મંદિરે દર્શન કરવા લઈ જવો છે તેવું કહ્યું હતું. આંગણવાડીના બહેન કમુબેન દિપકભાઈ લાંબા તેને ઓળખે છે તેવું જણાવી ખુશાલને પોતાની સાથે લઇ જવાનું કહેતા આંગણવાડીના બહેનોએ ખુશાલને તેની સાથે મોકલી આપ્યો હતો. જોકે, મંદિરના બદલે પોતાના ઘરે લઈ જઈ પોતાના માથે બાંધેલ રૂમાલથી ગળે ટુંપો આપી 3 વર્ષના માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેની લાશને મોટી કોથળીમાં નાખી 80 ફુટ રોડ પર આવેલ સિતારામ સોસાયટી મેઈન રોડ ઉપર આવેલ પ્યોર ડ્રિકિંગ વોટર નામની સબ સ્ટેશનની પેટી પાસે ફેંકી દઈ પૂરાવાનો નાશ કરી દીધો હતો.
આરોપી વિરુદ્ધ પ્રોસિક્યુશન દ્વારા કેસ સાબિત કરવા 25 દસ્તાવેજી પુરાવા, છેલ્લે સાથે નજરે જોનાર સાહેદ, મેડિકલ ઓફિસરની જુબાની, પંચો તથા પોલીસ વિટનેશ સહિતના કુલ 17 સાહેદો તપાસવામાં આવ્યા હતા.
સરકારી વકીલ એસ.એન. અત્રિએ દલીલ કરતા જણાવ્યું હતું કે, આંગણવાડીના સાહેદ નજરે જોનાર કમુબેન દિપકભાઈ લાંબાએ ખુશાલને લેવા આવનાર આરોપીને પોતે ઓળખતા હોય ખુશાલને આપવા જણાવેલ તેવુ અદાલતમાં સોગંદ પરની જુબાનીમાં જણાવેલ છે. નીતાબેન સુરેશભાઈ બગથરિયા કે જેની હાજરીમાં સગીર ખુશાલને આરોપી લઈ ગયેલા તેમને આરોપીને અદાલત રૂબરૂ ઓળખી બતાવેલા અને તેમની હાજરીમાં ખુશાલને આંગણવાડીમાંથી લઈ ગયાનું અદાલતમાં સોગંદ પરની જુબાનીમાં જણાવેલ છે. મેડિકલ ઓફિસરની જુબાનીમાં મરણ જનાર ખુશાલના ગળાના ભાગે 17 સે.મી. ના માપનો પ્રેશર એબ્રેઝન પ્રકારનો લીગેચર માર્ક થાયરોડ કાર્ટીલેજના ભાગનો હતો અને તેનું મૃત્યુ ગળાના ભાગે ટુંપો દેવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે.
બાળક ખુશાલનું મૃત્યુ સાપરાધ મનુષ્યવધ હોવાનું અને આરોપીએ જ તેનું મૃત્યુ નિપજાવેલ હોવાનું સાબિત કરી શકેલ છે. તેમજ લાશ કોથળામાં લઈને ઉભેલ આરોપીને જોનાર ચંદ્રેશ જેન્તીભાઈ ચૌહાણ, તપાસ કરનાર ભક્તિનગર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ વી.કે. ગઢવી સહિતના સાહેદોની જુબાની ધ્યાને રાખી આરોપીને તકસીરવાન ઠરાવવા રજુઆત કરવામાં આવી હતી. જેથી કોર્ટે મેડિકલ ઓફિસરની જુબાની ધ્યાને લઈ સાપરાધ મનુષ્યવધ છે તેવું માનેલ.
તેમજ સાહેદ કમુબેન અને નીતાબેનની જુબાની ધ્યાને લેતા મરણ જનાર ખુશાલ આરોપી સાથે ગયેલો તેને છેલ્લે સાથે જોયેલા તે સાહેદોની જુબાની માની આરોપીએ જ ખુશાલનું મૃત્યુ નિપજાવેલ છે તેવું માની આરોપી પારૂલબેનને ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.10,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજા ફરમાવેલ છે. તેમજ આઈપીસીની કલમ 363 મુજબ તકસીરવાન ઠરાવી 7 વર્ષની સજા અને રૂ.5,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની સજા ફરમાવેલ છે. આ કામે સરકાર તરફે સરકારી વકિલ સ્મીતાબેન નરેન્દ્રભાઈ અત્રિ રોકાયેલા હતા.
વધુ માહિતી માટે, રાજકોટ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લો
ડૉ. રૂષિત ત્રિવેદી ફોન નંબર: 9978714455
ગુજરાત કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) વિશે: GUJCOST ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. તેના વિજ્ઞાન સંગ્રહાલયો અને કેન્દ્રોના નેટવર્ક દ્વારા, GUJCOST નો ઉદ્દેશ્ય વિજ્ઞાનને સુલભ, રસપ્રદ અને પ્રેરણાદાયી બનાવવાનો છે.
-ચાલો આપણે રોજિંદા જીવનમાં વિજ્ઞાનને સાહસ બનાવીએ!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભગવાન ઝુલેલાલનો ૧૦૭૫મો જન્મોત્સવ ચેટીચાંદ મહોત્સવ
March 31, 2025 12:58 PMભાણવડના હાથલા સ્થિત શનિ મંદિરે શનિવાર સાથે અમાસનો સંયોગની ધામધૂમપૂર્વક થતી ઉજવણી
March 31, 2025 12:14 PMસલાયા: ચૈત્રી નવરાત્રીની દીપ પ્રાગટ્ય દ્વારા કરાતી વિધિવત શરૂઆત
March 31, 2025 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech