એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાના વધુ બે આરોપીને રવિવારે મુંબઈની કિલ્લા કોર્ટ દ્રારા ૨૧ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.અહી જણાવી દઈએ કે સલમાન વોહરા પર હત્યા માટે ફાઇનાન્સિંગનો આરોપ છે, યારે આકાશદીપ સિંહ અન્ય આરોપી છે. આ બન્નેને ૨૧મી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે અને આ હત્યાની કડી ઓ ઉકેલવા પોલીસ પ્રયાસ કરશે.
સલમાન વોહરાના પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ શિલા ગુાએ જણાવ્યું હતું કે, તેના પર હત્યા માટે નાણાં પૂરા પાડવાનો આરોપ છે, તેને ઉત્તર પ્રદેશમાં ધરપકડ કર્યા બાદ અહીં લાવવામાં આવ્યો હતો.
આકાશદીપ સિંહનું પ્રતિનિધિત્વ કરી રહેલા શૈકાહ ફૈઝાને કહ્યું, તે (આકાશદીપ સિંહ)ને પંજાબ સરહદેથી લાવવામાં આવ્યો હતો, બંને આરોપીઓની કથિત ભૂમિકા અલગ–અલગ છે. પપ્પુ સિંહ સાથે તેઓ કથિત રીતે એક ઉપકરણ દ્રારા એકબીજા સાથે વાતચીત કરતા હતા અને સંદેશા મોકલતા હતા. અન્ય આરોપીઓને આર્થિક મદદ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, કારણ કે આજે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
અગાઉ ૧૨ નવેમ્બરે મુંબઈની કિલ્લા કોર્ટે બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય આરોપી અને શૂટર શિવ કુમારને અન્ય ચાર આરોપીઓ સાથે ૧૯ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. શિવા કુમાર અને અન્ય ચાર આરોપીઓની યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુકત ટીમ દ્રારા ૧૦ નવેમ્બરે ઉત્તર પ્રદેશના બહરાઈચના નાનપારા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
એનસીપી નેતા બાબા સિદ્દીકીને ૧૨ ઓકટોબરે મુંબઈના નિર્મલ નગરમાં તેમના પુત્ર ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસ નજીક ત્રણ હત્પમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.જેલમાં બધં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની આગેવાની હેઠળની ગેંગે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech