જામનગરના એડવોકેટની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં પકડાયેલા ભાડૂતી હત્યારાઓની રિમાન્ડની મુદત પુરી થતાં અદાલતના રિપોર્ટ કરાયો

  • April 03, 2021 07:35 PM 

ત્રણેય કોરોના પોઝિટિવ હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાના પુરાવા રજુ કરાયા

જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં પકડાયેલા ત્રણ ભાડૂતી હત્યારાઓને તપાસ અર્થે અન્ય રાજ્યોમાં લઈ જતાં ત્રણેય આરોપીઓ કોરોના પોઝિટિવ બની ગયા છે, જે ત્રણેયને હાલ જી.જી. હોસ્પિટલના પ્રિઝનર કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે ત્રણેયની રિમાન્ડની મુદત પૂરી થતી હોવાથી પોલીસ દ્વારા જામનગરની અદાલતમાં તે અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં પકડાયેલા હાર્દિક પુજારા, મિલન પૂજારા અને જયંત ગઢવીને રિમાન્ડ પર લેવાયા હતા. જે ત્રણેય આરોપીઓની ૩૧ માર્ચના દિવસે રિમાન્ડની મુદત પૂરી થતી હતી અને ફરીથી અદાલત સમક્ષ રજુ કરવાના હતા. પરંતુ ત્રણેય હાલ જી.જી.હોસ્પિટલના પ્રિઝનર કોવિડ વોર્ડમાં સારવાર હેઠળ હોવાથી તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા જામનગરની અદાલતમાં તે અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, અને ત્રણેય આરોપીઓના કોરોના પોઝિટિવ અંગેના રિપોર્ટ અને જી.જી. હોસ્પિટલનો કેસ વગેરે રજૂ કરવામાં આવ્યા છે. જે ત્રણેયને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી ફરીથી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે, તેવી નોંધ પણ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS