કરોડો રૂપિયાના સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરતા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા (પટેલ)ની ડીફોલ્ટ બેઈલની અરજી નામંજૂર કરતી અદાલત

  • March 01, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરોડો રૂપિયાના સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરતા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા (પટેલ)ની ડીફોલ્ટ બેઈલની અરજી નામંજૂર કરતી અદાલત


આ કેસની હકીકત એવી છે કે, જામનગર ખાતે જગદીશભાઈ રામોલીયા ધ્વારા જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે.માં એવી ફરીયાદ જાહેર કરવામાં આવેલ કે, જામનગરના રે.સ.નં. ૧૨૦૬ વાળી રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલ પ્લોટ નં. ૪/૧ માં તેઓ રહેતા હતા અને ધર્મેશ રાણપરીયા પ્લોટ નં. ૨ અને ૩ માં વસવાટ કરતા હતા. 


તે દરમ્યાન મયુર ટાઉનશીપના કોમન પ્લોટમાં ફરતે પોતાના અંગત ઉપયોગમાં કમ્પાઉન્ડ વોલ કરી અંદર મકાન, શેડ, શૌચાલય, બાથરૂમ બનાવી નાખી અને કોમન પ્લોટ ફરતે વોલ તથા ગેઈટ નાખી સીસીટીવી કેમેરા લગાવી જગ્યામાં દબાણ કરવામાં આવતાં ફરીયાદીને હેરાન પરેશાન કરી ગેરકાયદેસર દબાણ કર્યા અંગેની ફરીયાદ કરવામાં આવેલ. જેમાં પોલીસ ધ્વારા આરોપી ધર્મેશ રાણપરીયાની તા. ૨૩-૧-૨૦૨૫ ના રોજ ઘરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ ફરીયાદ રદ કરાવવા આરોપી ધ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવેલ. 


જે પીટીશન નામ. ગુજરાત હાઈકોર્ટ ધ્વારા રદ કરવામાં આવતાં આરોપી ધ્વારા નામ. સુપ્રિમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરેલ. જે પીટીશનમાં સુપ્રિમ કોર્ટ ધ્વારા નો કર્સીવ સ્ટેપ્સનો હુકમ તા. ૧૭-૩-૨૦૨૫ સુધીનો કરવામાં આવેલ. જે બાદ આરોપી ધ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવેલ. જે કોર્ટ ધ્વારા રદ કરવામાં આવેલ. ત્યારબાદ આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા ધ્વારા પોલીસે સમયમર્યાદામાં તેમના વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ ના હોય જે બાબતે તેમને ડીફોલ્ટ બેઈલ મળવા જોઈએ, તે બાબતની ડીફોલ્ટ બેઈલ એપ્લિકેશન જામનગરની કોર્ટમાં દાખલ કરવામાં આવેલ. 


જે અરજીની સુનાવણી વખતે સરકાર તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે, આરોપી ધ્વારા સુપ્રિમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરી એફ.આઈ.આર. સંબંધે નો કર્સીવ સ્ટેપ્સનો હુકમ મેળવી નવો હુકમ સુપ્રિમ કોર્ટ ધ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી યયાવત પરિસ્થિતિ રાખવાનો હુકમ કરેલ છે, તેમજ આરોપીના પત્ની મેઘનાબેન ધર્મેશભાઈ રાણપરીયાએ તા. ૧૭-૨-૨૦૨૫ ના તે બાબતની જાણ જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે.ના પી.આઈ.ને લેખિતમાં જણાવેલું હોય તથા સુપ્રિમ કોર્ટના હુકમનું પાલન કરવા સંબંધે પોલીસ ધ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવેલ ન હોય જે બાબતની તર્કબધ્ધ દલીલો તથા નામ. સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ સરકાર પક્ષે રજુ કરવામાં આવતાં હાલના આરોપીની ડીફોલ્ટ બેઈલની અરજી એડી.એન્ડ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ વી.પી.અગ્રવાલ ધ્વારા નામંજુર કરવામાં આવેલ.


આ સમગ્ર કામમાં સરકાર પક્ષે મદદનીશ જીલ્લા સરકારી વકીલ પિયુષ જે. પરમાર રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application