ખંભાળિયા તાલુકાના દાતા ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર 322 પૈકી 9, જુના રેવન્યુ સર્વે નંબર 326 પૈકીની ખેતીની જમીન કે જે સંબંધે ખતુબેન બાવાભાઈએ ગુજરનાર જુસબ બાવાભાઈએ ગુજ. જુસબ બાવાભાઈ તથા અકબર મામદ, મામદ મુંગર સામે જ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમ મેળવવા માટેનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસના ચાલુ કામે મનાઈ હુકમ કરવામાં આવેલ હોય, જેથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પણ થઈ હતી. આ કેસ સિવિલ અદાલત સમક્ષ 11 વર્ષ ચાલ્યો હતો.
જેમાં પુરાવાના અંતે આખરી દલીલ પ્રતિવાદી તરફે થતાં તાજેતરમાં નામદાર કોર્ટે પ્રતિવાદી ગુજર જુસબ બાવાભાઈ વિગેરે વતી રોકાયેલા ખંભાળિયાના સિનિયર એડવોકેટ કે.એચ. ત્રિવેદી દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, વાદી ખતુબેન બાવાભાઈ કે જેઓ ચાલુ કામે અવસાન પામતા તેમના વારસો નૂરમામદ ઈસ્માઈલ ખીરા વિગેરે 10 જોડાયેલા હોય, તેમની દાવા અરજી ખર્ચ સહિત નામદાર કોર્ટેના મંજૂર કરી હતી અને પ્રતિવાદીને કેસના કામે થયેલા ખર્ચ આપવા પણ હુકમ કર્યો છે. આ કેસમાં પ્રતિવાદી ગુજર જુસબ બાવા વિગેરે 3 તરફે ખંભાળિયાના સિનિયર એડવોકેટ કમલભાઈ ત્રિવેદી, ડી.ડી. લુણા, આસિસ્ટન્ટ કરણભાઈ સવજાણી, ધાર્મિક રાજગોર વિગેરે રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને પકડી લેતી જામનગર સાયબર ક્રાઇમ
May 16, 2025 12:07 PM'કલ હો ના હો' ના દ્રશ્યમાં પ્રીતિ ઝિન્ટા સાચે જ રડી હતી
May 16, 2025 12:05 PMડાઉન સિન્ડ્રોમથી પીડિત ગોપી કૃષ્ણન આમીરની ફિલ્મથી ડેબ્યુ કરશે
May 16, 2025 12:03 PMજામનગર: લાલપુરના નાદુરી ગામે કૌટુંબિક ખેડૂતો વચ્ચે ખેલાયો ખુની ખેલ
May 16, 2025 12:00 PM'લાપતા લેડીઝ' ફેમ નિતાંશી ગોયલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઈ
May 16, 2025 12:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech