જામનગર ગ્રામ્યના ધારાસભ્ય સહિતનાઓની સજા રદ્દ કરતી કોર્ટ

  • June 15, 2021 11:43 AM 

ધારાસભ્ય રાઘવજી પટેલ તથા તેમના ટેકેદાર અને પત્રકારો સામે ધ્રોલની હોસ્પીટલમાં તોડફોડ કરવાના કેસમાં નીચલી અદાલતે સજાનો હુકમ ફરમાવ્યો હતો. આ હુકમથી નારાજ થઇ ધારાસભ્ય સહિતના લોકોએ ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસ ચાલી જતા ઉપલી કોર્ટે સજાનો હુકમ રદ્દ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે વર્ષ 2007માં તાત્કાલિક કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને તેના ટેકેદારો તથા ત્રણ પત્રકારો સહિતનાઓ સામે હોસ્પિટલમાં તોડફોડ કરવા સબંધિત ફરિયાદ નોંધાઈ હતી. જેની સામે વર્ષ ફરિયાદ વિડ્રોઅલ કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે કોર્ટે અમાન્ય રાખી હતી.

દરમિયાન તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ ટકોર મુજબ સાંસદ અને ધારાસભ્યો સામે ચાલતા ક્રિમીનલ કેશ દરરોજ ચલાવવાના હુકમને લઈને ધારાસભ્ય રાઘવજી પટેલ સામેનો કેસ ધ્રોલ અદાલતમાં ચાલ્યો હતો. અદાલતે નીચેની કોર્ટનો સજાનો હુકમ રદ્દ કરવાનો હુકમ કર્યો હતો.

જે તે સમયે કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત નરેન્દ્રસિંહ  જાડેજા, પત્રકારો જીતું શ્રીમાળી, જયેશ ભટ્ટ અને કરણસિંહ જાડેજાને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જયારે સબ્બીર ચાવડા, પાચા વરુ અને લગધીરસિંહ જાડેજા સામેના આરોપો સાબિત નહિ થતા આ ત્રણને નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસમાં દોષિત ઠેરવેલ ધારાસભ્ય રાઘવજી પટેલ અને અન્ય આરોપીઓને છ માસની સજા અને રૂપિયા દસ હજારના દંડની સજા ફટકારી હતી.નીચલી અદાલતના આ નિર્ણય સામે સજા પામેલ ધારાસભ્ય સહિતનાઓએ ઉપલી કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી ચાલી જતા જામનગર કોર્ટે તમામને નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS