જામનગરમાં એક સગીરા સાથે પોતાના ઘરમાં એક થી વધુ વખત સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય અને દુષ્કર્મ આચારવા તથા તળાવ ની પાળ જેવા જાહેર સ્થળે શારીરિક અડપલા કરનાર આરોપી સામે પોક્સ સહિત ની કલમ મુજબ ગુનો નોંધાયો હતો.જે ગુના માં આરોપી ને ૨૦ વર્ષ ની સખત કેદ ની સજા નો અદાલતે આદેશ કર્યો છે.
જામનગર ના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની એક સગીરા ગત તાં.૧૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ પોતાની સ્કૂલે જતી હતી ત્યારે તેની પડોશમાં માં જ રહેતો ભાયાભાઈ જગાભાઈ આંબલીયા નામનો આધેડ તેણીને પોતા ની બાઈક માં બેસાડી ને તળાવ ની પાળે લઈ ગયો હતો.જયા તેણે સગીરા સાથે બીભત્સ સારીરિક છેડછાડ અને અડપલા કર્યા હતા.આખરે તેની ગભરાઈ જતા ત્યાં થી નાંશી ગઈ હતી.અને પોતાના પરિવાર ને વાત કર્યા પછી પોલીસ મા ફરિયાદ નોંધાવાઈ હતી.જેમ એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભોગબનનાર સગીરા આરોપી ની દીકરી પાસે તેના ઘરે અભ્યાસ માટે જતી હતી ત્યારે પણ એકલતા નો લાભ લઈને આરોપી ભયાભાઈ એ સગીરા સાથે એક થી વધુ વખત સૃષ્ટિ વિરૂદ્ધ નું કૃત્ય અને દુષ્કર્મ આચર્યું હતું .પરંતુ ડર નાં કારણે આ બનાવો ની કોઈને જાણ કરી ન.હતી.
આખરે તમામ બનાવ અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ભાયા આંબલીયા ની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ અંગે નો કેસ ચલી જતા સરકારી વકિલ ની દલીલો અને તમામ પુરાવાઓ , સા નાં નિવેદન ,તબીબી અભિપ્રાય વગેરે ને ધ્યાને લઇ ને સ્પે.કોર્ટ નાં ન્યાયધીશ આરતીબેન વ્યાસે પોતા નાં ચુકાદા મા આરોપી ભાયા જગાભાઈ આંબલીયા ને ૨૦ વર્ષ ની સખત કેદ અને રૂ.૧૫૦૦૦ નો દંડ અને દંડ ની રકમ ભરપાઈ ન કરે તો વધુ છ માસ ની સજા તેમજ ભોગ બનનાર ને રૂ.૯ લાખ નું વળતર ચૂકવવા નો આદેશ કર્યો હતો. આ કેસ મા સરકાર વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMજામનગરમા વક્ફ બિલ અને UCC નો વિરોધ કરી રહેલા મુસ્લિમ વકીલોની અટકાયત
April 19, 2025 01:43 PMજામનગરમાં ધુળની ડમરી સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 19, 2025 01:40 PMજામ્યુકોની જન્મ-મરણ શાખામાં લોકોને પડતી હાલાકી નિવારવા માંગ
April 19, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech