જૂનાગઢમાં કોર્ટ કેસનો ખાર રાખી મહિલા પર પૂર્વ પતિ સહિત છ શખસોનો હુમલાનો મામલો
જૂનાગઢમાં કોર્ટ કેસનો ખાર રાખી મહિલા પર પૂર્વ પતિ સહિત છ શખસોનો હુમલાનો મામલો
May 19, 2026 09:32 AM
મૂળ મુંબઈ રહેતી મહિલાએ અઢી માસ પૂર્વે મુંબઈની કોર્ટમાં જૂનાગઢના યુવક સાથે કોર્ટમાં હુમલા કરેલા હતા. પરંતુ પતિને અન્ય ક્રી સાથે સંબધં હોવાથી દંપતી વચ્ચે તકરાર થઈ હતી. જેથી મહિલાએ પતિ વિરૂદ્ધ મુંબઈ કોર્ટમાં કેસ કરેલા કોર્ટ કેસનો ખાર રાખી પૂર્વ પતિ સહિત છ શખ્સોએ મહિલાના ઘર પર હુમલો કરી તોડફોડ કરી ઇજાગ્રસ્ત કર્યા તથા ઘરમાંથી સોનાની વીંટી ચેઇન અને .૩૦ હજાર રોકડા હુમલાખોરો લઈ ગયા હોવાની આશંકા વ્યકત કરી હતી. એ ડિવિઝનમાં છ શખ્સો વિદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ વિગત મુજબ મૂળ મુંબઈ થાણા અને હાલ જૂનાગઢ પિયરમાં રહેતી મનિષાબેન મોહનભાઈ વારસૂરે અઢી માસ પૂર્વે ખાડીયાના દિનેશ પ્રવીણ પરમાર સાથે મુંબઈ કોર્ટમાં લ કરેલ હતા.પરંતુ દિનેશભાઈને અન્ય ક્રી સાથે સંબધં હોવાથી મનિષાબેન સાથે તકરાર થઈ હતી.પતિને સમજાવવા છતાં બંને વચ્ચે વાંધો પડતા મનીષા બેને પતિ વિદ્ધ મુંબઈ કોર્ટમાં કેસ કર્યેા હતો. અને ત્યારબાદ મનિષાબેન જુનાગઢ પીયરે આવી ગયા હતા અને માતા સાથે રહેતા હતા. કોર્ટ કેસનો ખાર રાખી કડિયાવાડ વણકરવાસમાં મનિષાબેનના ઘરે સવિતાબેન ઉર્ફે ભાવુ પ્રવીણભાઈ પરમાર, પ્રતીક્ષાબેન રાજેશભાઈ હસડા, નીતાબેન પ્રવીણભાઈ પરમાર, સુમિતાબેન પ્રવીણભાઈ પરમાર ચારેય મહિલાઓ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર માર્યેા હતો અને ધમકી આપી જતા રહેલા ત્યારબાદ પતિ દિનેશ પ્રવીણ પરમાર અને રાજેશ હસડા બંનેએ મનિષાબેનના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હોઠ પર છરીના છરકા મારી ઈજાગ્રસ્ત કર્યા હતા અને અને જીવતી સળગાવી દેવી છે તેમ કહી ચાલ્યા ગયા હતા. ઘરમાં બે ખુરશીઓ પણ તોડી નાખી અને મનીષાબેનનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો.અને બેટરી અને સીમકાર્ડ સાથે લઈ ગયેલ છે. આ ઉપરાંત મારામારી દરમિયાન ઘરમાંથી સોનાની વીંટી, ચેઇન અને .૩૦ હજારની રોકડ પણ હત્પમલાખોરો લઈ ગયા હોવાની આશંકા વ્યકત કરી છે. હત્પમલાની ઘટના અંગે એ ડિવિઝનમાં પૂર્વ પતિ સહિત અડધો ડઝન શખ્સો વિદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એ ડિવિઝન પીએસઆઇ જોશીએ હાથ ધરી છે