ડ્રગ્સ કેસમાં ફસાયેલી મમતા કુલકર્ણીએ કરી એફઆઈઆર પરત લેવા કોર્ટને અપીલ

  • March 04, 2021 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મી દુનિયાથી અંતર રાખીને જીવી રહેલી બોલિવુડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી ડ્રગ્સ કેસના કારણે ચર્ચામાં આવી છે.  પાંચ વર્ષ પહેલાં શરૂ થયેલ આ કેસનાં કારણે અનેક વાર મમતા કુલકર્ણીએ વિવાદોનો સામનો કરવો પડ્યો છે. તેના ઉપર અને ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે મમતા કુલકર્ણી પોતાના માટે રાહત ઈચ્છે છે.

 

મમતાએ બોમ્બે હાઈકોર્ટને એક અરજીના માધ્યમથી અપીલ કરી છે કે તેની સામે નોંધાયેલી તમામ એફ.આઇ.આર પરત ખેંચવામાં આવે. મમતાએ ભારપૂર્વક કહ્યું છે કે ડ્રગ્સ કેસ સાથે તેને કોઇ લેવાદેવા નથી. તેની સામે કોઈ સાબિતી પણ મળી નથી. અરજીમાં વકીલ દ્વારા કહેવાયું છે કે કેટલાક નિવેદનોના આધારે મમતા સામે આ કેસ નોંધવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના એવિડન્સ મળ્યા નથી. ડ્રગ્સ મામલે મમતાને બલિનો બકરો બનાવવાનું ષડયંત્ર છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એ કેટલાક નિવેદન પોલીસ સામે જ નોંધાયા હતાં. જેને કેસમાં સાબિતી તરીકે ઉપયોગ કરી શકાય નહીં. વકીલ તરફથી વધુ કહેવામાં આવ્યું હતું કે, ચાર્જશીટમાં વિકી ગોસ્વામીનું નામ આરોપી તરીકે લખવામાં આવ્યું છે. એવામાં મમતા કુલકર્ણીનું તેની સાથે કોઈ જ કનેક્શન નથી.

 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં જે ઘટના બની હતી તેના અનેક અભિનેત્રી મમતા સાથે જોડાયેલા છે. 12 એપ્રિલ 2016 ના રોજ થાને પોલીસ દ્વારા સાંજે 4:30 બે ગાડી જપ્ત કરવામાં આવી હતી. બંને ગાડીમાં ૨ થી ૩ ગ્રામ એક ઝેરી પાવડર મળ્યો હતો જેની કિંમત અંદાજે ૮૦ લાખ રૂપિયાથી પણ વધુ હતી. તે સમયે મયુર અને સાગર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેને લાંબી પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ તપાસ આગળ વધી હતી અને ૧૦ લોકોની ધરપકડ કરાઇ હતી. તેમાંથી સાત લોકોને વોન્ટેડ શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં મમતા કુલકર્ણીનું નામ પણ જોવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application