તા.૨૦/૦૧/૨૦૨૩ ના રોજ એસ.ટી. બસના ડ્રાઈવર અલ્તાફ બાધડા તથા ક્ધડકટર જયંતીભાઈ વિઝુંડા બંને બપોરના જામનગર એસ.ટી. ડેપો માંથી બસ લઈને નીકળેલ અને ઠેબા ચોકડીએ રોડ ક્રોસ કરતા હતા ત્યારે લાલપુર ચોકડી તરફથી એક ટેન્કર પુર ઝડપે, જેથી બસમાં બ્રેક મારી ઉભી રાખી દિધેલ તેમ છતાં ટેન્કરની સ્પીડ વધુ હોવાથી ટેન્કર બસ સાથે અથડાયેલ તેમજ વધુ સ્પીડ હોવાથી ટેન્કર પલ્ટી મારી ગયેલ હોય જે મતલબની ફરિયાદ એસ.ટી. બસના સરકારી ડ્રાઈવર દ્વારા ટેન્કરના ચાલક સામે વિગતવારની ફરિયાદ કરતા આરોપી સામે એફ.આઈ.આર. થયેલી.
આ કામે તપાસ પૂર્ણ થતા તપાસ કરનાર પોલીસ અધિકારીએ સરકારી કર્મચારી એવા બસ ડ્રાઈવર તથા કંડકટર તથા પંચોના સ્ટેટમેન્ટ લઈ તપાસના અંતે કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ અને કોર્ટમાં કેસ ચાલવા પર આવતા આરોપીએ તેમનો બચાવ કરવા ધારાશાસ્ત્રી મોહસીન કે. ગોરી ને રોકેલ જેના દ્વારા સરકારી કર્મચારીઓની તેમજ પંચો તથા પોલીસ સાહેદની વિગતવારની ઉલટ તપાસ કરવામાં આવેલ અને કેસના અંતે દલીલ કરવામાં આવેલ જે તમામ રજુઆતો કોર્ટએ ધ્યાને લઈ ટેન્કર ચાલક આરોપી શીવસીંગ રંગલાલ મીણાને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આ કામે આરોપી તરફે યુવા ધારાશાસ્ત્રી મોહસીન કે. ગોરી, આર. એમ. પંડયા તથા ટ્રેઈની દર્શન ગોસ્વામી રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application