દેશી તમંચો રાખવાના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

  • November 23, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કામના ફરીયાદીએ એવી ફરીયાદ નોંધાવેલ હતી કે, તા. ૧૧.૦૭.૨૦૦૪ ના રોજ ૧૧:૩૦ વાગ્યે ખંભાળીયા ગેટ પોલીસ ચોકી પાસે આરોપી આસીફ હસન પીંજરાના પોલીસને જોઈ શંકાસ્પદ હાલતામાં ભાગતા પોલીસ ચોકીમાં રહેલ કોન્સ્ટેબલ તેનો પીછો કરી પકડી પાઠતા અને અંગે જડતી કરતા તેના કબજામાંથી ત્રણ જીવતા કાર્તીશ તથા પરવાના વગરનો તમંચો પકડી પાડેલ, આ તમંચો અજીમખાન રફીક હનીફ ખાન પઠાણએ પાસે થી ખરીદ કરેલ હોય, જે આરોપીએ ગેરકાયદેસર રીતે પરવાના વગર હથીયાર તથા જીવીત કાર્તીશ વીગરે ધારણ કરી આર્મ્સ એકટ કલમ-ર૫(૧)એ,બી મુજબનો જામનગર સીટી "એ" ડીવીઝન પોલીસ સ્ટેશન માં ગુનો નોંધી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.


ઉપરોકત ગુન્હા સબબ જામનગર ની અદાલતમાં કેસ ચાલી જતા આરોપી આસીફ હસન પીંજરા ને આર્મ્સ એકટ ના ગુન્હા સબબ ફરીયાદ પક્ષ નિઃશંકપણે પોતાનો કેસ સાબીત કરી શકેલ નહી, જેથી આરોપીને ગેરકાયદેસર તમંચો રાખવાના ગુન્હા માંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.


આરોપી આસીફ હસન પીંજરા તરફે સીનીયર ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ (એડવોકેટ), ડેનીશા એન. ધ્રુવ (એડવોકેટ), પુજા એમ. ધ્રુવ (એડવોકેટ), ધર્મેશ વી. કનખરા (એડવોકેટ), વિપુલ સી. ગંઢા (એડવોકેટ), આશિષ પી. ફટાણીયા (એડવોકેટ), ધ્વનિશ એમ. જોશી (એડવોકેટ), અલ્ફાઝ એ. મુન્દ્રા (એડવોકેટ) અ-વિન એ. સોનગરા (એડવોકેટ) રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application