BREAKING NEWS

જામકંડોરણાનાં અપહરણ અને પોકસો કેસમાં આરોપી નિર્દેાષ જાહેર કરતી કોર્ટ

  • June 25, 2026 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 રાજકોટનાં જામકંડોરણાનાં વતની સમીર રમેશભાઈ મઢવી વિધ્ધ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ જાહેર થયેલ કે, ફરીયાદીનાં ઘરે રાત્રીનાં અગીયાર વાગ્યા આસપાસ ઘરમાં બધા સુઈ ગયા હોય અને રાત્રીનાં સવા બે–અઢી વાગ્યા આસપાસ ફરીયાદીની નિંદર ઉડી જતા બાજુમાં ફરીયાદીની સગીર વયની દિકરી જોવા મળેલ નહીં.
જેથી બધાને જગાડીને ઘરમાં જોતા ફરીયાદીની સગીર વયની દિકરી ઘરમાં કયાંય જોવા મળેલ નહીં. અગાઉ ફરીયાદીની સગીર વયાની દિકરીને આરોપી સમીર મઢવી લઈ ગયેલ ત્યારે તેનાં ઘરેથી મળી આવેલ. જેથી શંકા ગયેલ કે આરોપી સમીર મઢવી જ ફરીયાદીની સગીર વયની દિકરીને ભગાડીને લઈ ગયેલ હશે. બાદમાં બીજા દિવસે ફરીયાદીની સગીર વયની દિકરી અને આરોપી સમીર મઢવી મળી આવેલ અને ફરીયદીની સગીર વયની દિકરીને વિશ્વાસમાં લઈ પુછપરછ કરતા આરોપી સમીર મઢવીએ ફરીયાદીની સગીર વયની દિકરી ઉપર અવાર નવાર તેની મરજી વિધ્ધ બળજબરીથી શરીર સંબધં બાંધેલ હોવાની હકીકત ભોગ બનનારે જણાવતા ફરીયાદીએ તા:૩૧૧૦૨૦૨૫નાં રોજ જાહેર કરતા જામકંડોરણા પોલીસે આરોપી વિધ્ધ અપહરણ અને બળાત્કાર તથા પોકસો એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીની અટક કરેલ અને પોલીસે તપાસ કરી આરોપી વિધ્ધ અપહરણ અને બળાત્કાર તથા પોકસો એકટની કલમો લગાવી અને ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ અને ચાર્જશીટને પોકસો કેસ નંબર પડતા આરોપી સમીર રમેશભાઈ મઢવીનાં એડવોકેટ તરીકે એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ અને બાદમાં કેસ ચાલી જતાં ફરીયાદ મુજબનો કોઈ લેખીત કે મૌખીક કોઈ પુરાવો રેકર્ડ પર નહીં આવતા દલીલોનાં અંતે ધોરાજીનાં મહેરબાન એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી. વી. મોંઢે દ્રારા તા:ર૪૦૬૨૦૨૬ નાં રોજ છોડી મુકવા હત્પકમ ફરમાવેલ છે.
આ કામમાં આરોપીના એડવોકેટ તરીકે ધોરાજીનાં એડવોકેટ ચંદુલાલ એસ. પટેલ તથા સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application