શહેરના જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા પ્રૌઢને મહાનગરપાલિકાના આવાસ આપવા લલચાવી લીધેલા પિયા ૧.૮૦ લાખ પાછા નહિ આપી ધાક ધમકી આપી મરવા મજબૂર કરવાના સુસાઇડ નોટના આધારે નોંધાયેલા ગુનાના છ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડના દંપતીને સાત સાત વર્ષની કેદ અને પિયા બે લાખનો દડં ફટકારતો હત્પકમ કર્યેા છે.આ કેસની હકીકત મુજબ, જામનગર રોડ પર આવેલા ગામ પરાપીપળીયા પાસે એકતા સોસાયટીમાં રહેતા અનિલભાઈ મચ્છોયા નામના ૪૫ વર્ષીય પ્રૌઢે ગત તારીખ ૧૪ ૭ ૨૦૧૭ ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. દરમિયાન અનિલભાઈએ રાખેલા કાગળોની તપાસમાં મહાપાલિકાની આવાસ યોજના માટે ભરેલી ડિપોઝિટ પરત મેળવવા માટેનું ફોર્મ અને મૃતક અનિલભાઈએ લખેલી સુસાઇડ નોટ ઘરમાંથી મળી આવી હતી, તેમાં લખેલું હતું કે આત્મહત્યા પાછળ બે લોકો હાનભાઈ અને વહિદાબેન જવાબદાર છે, જેમણે મને મહાનગરપાલિકાના કવાર્ટર આપવાના બહાને છેતરપિંડીથી . ૧.૮૦ લાખ કટકે–કટકે લીધા હતા, ત્યારબાદ આજસુધી કવાર્ટર મળેલ નથી અને પૈસા પણ પાછા આપેલ નથી, અને મારી સાથે છેતરપિંડી કરી છે અત્યારે મારા ઘરની હાલત પૈસા વગરની છે. આ સુસાઇડ નોટના આધારે પત્ની ભારતીબેન અનિલભાઈ મચ્છોયાએ હાન સતારભાઇ રામોદિયા અને તેમના પત્ની વહીદા હાન રામોદિયા સામે નાણા પાછા માગનાર પતિ અનિલભાઈને કોઈને કહેતો નહીં નહિતર તમારી પણ હાલત આવી થશે તેવી ધમકી આપી આપઘાતની ફરજ પાડી હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાદમાં આ કેસ ચાલવા ઉપર આવતા આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ હાજર થયેલા અને તેઓએ કુલ રર દસ્તાવેજી પુરાવાઓ તથા ૮ સાક્ષીઓને તપાસેલા, જેમાં પી.એમ. કરનાર ડોકટર તથા અન્ય સાહેદોએ પ્રોસિકયુશનના કેસને સંપુર્ણ સમર્થન આપેલ છે. ફરીયાદીએ તેની જુબાનીમાં તેના ગુજરનાર પતિની સુસાઈડ નોટ ખરી રીતે ઓળખ બતાવેલી છે. બચાવ પક્ષ ફરીયાદીની તથા અન્ય સાહેદોની જુબાનીમાં કોઈપણ એવું તથ્ય બહાર લાવી શકેલ નથી કે સદરહત્પ કવાર્ટરની રકમ આરોપીએ મેળવેલી નથી. તેમજ સુસાઇડ નોટ ગુજરનારે જ લખી હોવાનું હેન્ડરાઈટીંગ એપર્ટના અભિપ્રાયમાં પણ સ્પષ્ટ્ર ફલીત થયું હોય, ગુજરનારે ૧.૮૦.લાખ સગાવ્હાલા તથા અન્યો પાસેથી વ્યવસ્થા કરી આરોપીઓને આપેલા હતા, પરંતુ આરોપીઓએ કવાર્ટર તથા પૈસા બંને ન આપી ગુજરનારને આત્મહત્યા કરવા પ્રેરીત કર્યાનું પુરવાર થતું હોવાની સરકારી વકીલની દલીલો, રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીઓની જુબાનીઓ વગેરે ધ્યાને લઇ એડિશનલ ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓ વહીદા હાનભાઈ રામોદીયા અને હાન સતારભાઈ રામોદીયાને તકસીરવાર ઠરાવી ૭૭ વર્ષની સખત કેદની સજા અને . બે લાખનો દડં ફટકાર્યેા છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech