કલ્યાણપુર નજીક મોટરબાઈકની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક કારની ઠોકરે એક બુલેટ સવાર દંપતિને ઇજા પહોંચી છે, જ્યારે કલ્યાણપુર નજીક જ એક મોટરની ઠોકરે બાઇક ચડી જતાં વૃદ્ધને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે, જ્યારે બંને બનાવની જાણ લગત પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર લીંબડી ગામ નજીક આવેલા હાઈ-વે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 સી.એન. 5083 નંબરની વર્ના મોટરકારના ચાલકે આ માર્ગ પર બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈ સોનગરા તથા તેમના પત્ની વીરૂબેન દેવાભાઈ સોનગરાને અડફેટે લેતા તેઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે દેવાભાઈના પિતાએ પિતરાઈ ભાઈ દલવાડી કુરજીભાઈ ખીમજીભાઈ સોનગરા (ઉ.વ. 52, રહે. ખંભાળિયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
જ્યારે કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા ચતુરસિંહ વકુભા જાડેજા નામના 68 વર્ષના ગરાસિયા વૃદ્ધને નારણપુર ગામના પાટીયા પાસે ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 એલ. 0349 નંબરના એક્સેસ મોટરસાયકલના ચાલક મહિલાએ અડફેટે લઈ, અને ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માત સર્જીને એક્સેસ ચાલક મહિલા નાસી છૂટી હતી. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં એક્સેસ ચાલક મહિલા સામે ગુનો નોંધાયો છે.
ભાટિયામાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા દિલીપ સાજણભાઈ ગોહેલ નામના 37 વર્ષનો શખ્સ દ્વારા આ જ ગામના માણસી વારજાંગ જોગાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી સાથે દિલીપને ઝડપી લેવાયો હતો. આ સ્થળેથી પોલીસે દેશી દારૂનો બળેલો 20 લિટર આથો, 1500 લિટર કાચો આથો, 61 લીટર દેશી દારૂ તેમજ દારૂ બનાવવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા 62,000 નો મુદ્દામાલ કબજે કરી દિલીપ ગોહિલની અટકાયત કરી હતી. જ્યારે માણસી જોગાણીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ - ૨૦૨૫ની ઉજવણી કરાઈ
April 24, 2025 05:08 PMનયારા એનર્જી ફરીથી લાવે છે મહા બચત ઉત્સવ
April 24, 2025 05:03 PMપીએમ મોદીએ લીધેલા એક્શનથી પાકિસ્તાન ગુસ્સે, ભારતીય એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કર્યું
April 24, 2025 04:54 PMસોનું ઘટીને રૂા.૯૯,૧૦૦: અખાત્રીજના મુહર્ત માટે ગ્રાહકોની ભાવ ઘટાડા પર મીટ
April 24, 2025 03:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech