શહેરમાં મહિલાઓને ઠંડાપીણામાં ઘેની પ્રવાહી પીવડાવી બેભાન કરી લૂંટ ચલાવનાર પ્રૌઢવયના દંપતીને તાલુકા પોલીસ ઝડપી લીધું હતું. પોલીસે આ દંપતિ પાસેથી રોકડ રકમ, ઘરેણા, મોપેડ, મોબાઇલ અને બેભાન કરવા માટેની દવા સહિત ૨.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.આ દંપતીએ ચારે લુંટની કબુલાત આપી હતી.
મવડી કણકોટ રોડ પરના લાલુભાઇ ટાઉનશિપમાં રહેતા પુષ્પાબેન લાલજીભાઇ નકુમ (ઉ.વ.૬૨) ગત તા.૧૪ના બપોરે દવા લેવા જવા નીકળ્યા હતા અને સાવન ચોક પાસે બેઠેલા બે વૃદ્ધને નજીકમાં કોઇ સરકારી દવાખાનું છે તેમ પૂછયું હતું, બંને વૃદ્ધે પોતે અજાણ હોવાનું કહેતા પુષ્પાબેન આગળ ચાલતા થયા હતા તે સાથે જ એક મહિલા તેમની પાસે આવી હતી અને ચાલો તમને દવાખાને લઇ જાવ તેમ કહેતા પુષ્પાબેન તે મહિલાની પાછળ ચાલવા લાગ્યા હતા, થોડે આગળ જઇને મહિલાએ ચા પીવડાવી હતી અને ચા પીધા બાદ પુષ્પાબેનનું માથું ભારે થઇ ગયું હતું,પુષ્પાબેન અર્ધબેભાન જેવા થઇ ગયા હતા તે સાથે જ મહિલા અને પુષે પુષ્પાબેને પહેરેલી સોનાની બૂટી, સોનાના દાણો અને રોકડા .૪૦૦ લૂંટી લીધા હતા, પુષ્પાબેને પ્રતિકારનો પ્રયાસ કરતા મહિલાએ તેમને ફડાકા ઝીંકી દીધા હતા જેથી વૃદ્ધા બેભાન થઇ ગયા હતા ને બીજા દિવસે ભાનમાં આવ્યા હતા. આ સહિત ચાર વૃધ્ધાને આ રીતે લૂંટી લીધા હોવાનું સામે આવ્યું હતું.
વૃધ્ધાઓને આ રીતે લુંટી લેવાની ઘટનાઓને લઇ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરિપરાની રાહબરીમાં પીએસઆઇ બી.આર.ભરવાડ તથા ટીમે તપાસ હાથ ધરી હતી.દરમિયાન હેડ કોન્સ.હરપાલસિંહ જાડેજા,કોન્સ. જયપાલસિંહ સરવૈયા,મહાવિરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નવા ૧૫૦ ફટ રીંગરોડ પર પાટીદાર ચોક પાસેથી મવડીમાં રામધણ આશ્રમ પાછળ પ્રગટેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ઝૂંપડામાં રહેતા ભાવનગર પંથકના એભા કમાભાઇ વાઘેલા (ઉ.વ.૫૨) અને તેની પત્ની નાથી એભા વાઘેલા (ઉ.વ.૫૦)ને ઝડપી લીધા હતાં.પોલીસે આ દંપતિ પાસેથી સોનાની બુટ્ટી, સોનાનો દાણો, રોકડ રકમ અને મોપેડ તથા મોબાઈલ સહિત કુલ પિયા ૨.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આ દંપતી વૃદ્ધાઓને ટાર્ગેટ કરી તેઓની રેકી કરી વાતોમાં ઉલજાવી મંદિર જવાનો રસ્તો બતાવવા, ઘરે જવા, હોસ્પિટલ જવા સહિતના બહાને મદદપ થવાના થવાનો ઢોંગ કરી ઠંડા પીણામાં ઐંઘની ટીકડી ભેળવી દઈ બેભાન કરી લૂંટ ચલાવતા હતા. પોલીસે આ દંપતિ પાસેથી તેમણે બેભાન કરવા માટે ઉપયોગમાં લીધેલ પાવડર પણ કબજે કર્યેા હતો. પૂછતાછમાં આ દંપતીએ ચારેય લૂંટના બનાવની કબુલાત આપી હતી
આરોપી મહિલા ઐંઘની દવા લેતી હોય તેનો જ ઉપયોગ બેભાન કરવામાં કરતા
પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલી મહિલા નાથી ઐંઘની દવા લેતી હોય જેથી તેણે પોતાની આ દવાનો જ ઉપયોગ કરી તેનો પાવડર બનાવી તે વૃદ્ધાઓને ઠંડા પીણામાં આ પાવડર મિશ્રિત કરી પીવડાવી બેભાન કરી દેતા હતા. જેથી પોલીસે આ દવા પણ કબજે કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech